મુસાફરોમાં રોષ:ઓછા સ્ટાફના કારણે માંડલના એસટી બસના 7 રૂટ રદ કરાયા

માંડલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તહેવાર હોવાથી ડ્રાઇવર તથા કંડક્ટરો રજા પર હોવાથી બસના રૂટ રદ કરાતાં મુસાફરોમાં રોષની લાગણી

માંડલ શહેરમાંથી ગાંધીનગર તરફ જતી સવારની બસ ઝાડીયાણા આદરીયાણા માંડલ ગાંધીનગર રૂટની બસ જે 6:45 વાગ્યે માંડલથી વાયા વિઠલાપુર, દેત્રોજ, કડી, કલોલ, છત્રાલથી ગાંધીનગર જતી બસ બુધવારે ડ્રાઇવર તથા કંડકટરના અભાવે કેન્સલ કરી દેવાઈ હતી. જેથી માંડલથી વિઠલાપુર, દેત્રોજ, કડી, કલોલ, છત્રાલ, ગાંધીનગર જવા આશરે 25થી 30 જેટલા મુસાફરો રઝળી પડયા હતા. અને ના છુટકે વધુ ભાડું ખર્ચી ખાનગી વાહનમાં જીવના જોખમે મુસાફરોને મુસાફરી કરવી પડી હતી.

જેથી આ બાબતે વિરમગામ એસટી ડેપોના એટીઆઇ પંચાલને આ રૂટની બસ રૂટ પર ન આવવા બાબ તેટેલિફોન પર વાતચીત કરતા જણાવ્યું હતું કે આ રૂટની બસમાં રેગ્યુલર ફરતા બન્ને ડ્રાઇવર આજે બકરી ઈદનો તહેવાર હોવાથી ફરજ પર આવ્યો ન હતો. જેથી આ રૂટની બસ કેન્સલ કરવામાં આવી હતી. આ ઉપરાંત વિરમગામ, સાવણી, ઝીંઝુવાડા, અમદાવાદ, અમદાવાદ, ઝિઝૂવાડા, વિરમગામ ખેરવા, વિરમગામ ગેડીયા, વિરમગામ ખેરવા, વણોદ અમદાવાદ વગેરે રૂટમાં રેગ્યુલર ફરતા ડ્રાઇવરો બકરી ઈદના તહેવારને લઈ રજા પર હોઈ ફરજ પર આવ્યા ન હતા.

જેથી વિરમગામ ડેપો દ્વારા સંચાલિત સાત બસની સેવા બંધ રાખવામાં આવી છે. તેમજ જે ડ્રાઇવર તથા કડેકટરોની બસ રૂટમાં નોકરી લખી છે અને તેઓ ફરજ પર હાજર થયા નથી. જેથી તેઓન ચાર્જ સીટ આપવામાં આવશે તેમ વિરમગામ એસટી ડેપોમા ફરજ બજાવતા એટીઆઇ પંચાલભાઇએ ફોન પર પુછપુરછ કરતા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...