તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:માંડલ-વિરમગામ માર્ગ પર દોડતા શટલિયા ચાલકો વધુ ભાડું લેતા હોવાની મુસાફરોની રાવ

માંડલ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

માંડલ શહેરમાં માંડલથી વિરમગામ માર્ગ પર રોજિંદા મુસાફરોને અવરજવર કરાવતા શટલીયા વાહનો એસ.ટી.બસ કરતા વધુ ભાડુ લેવા હોવાનું મુસાફરો દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે લોકડાઉન દરમિયાન અને લોકજડાઉન ખુલ્યા બાદ પણ શટલિયા વાહનો માંડલથી વિરમગામનું ભાડું 30 રૂપિયા લઇ રહ્યા છે. જ્યારે એસ.ટી બસમાં માંડલથી વિરમગામનું ભાડુ 19 રૂપિયા છે. ત્યારે મુસાફરો જણાવી રહ્યા છે કે હાલ કોરોનાની મહામારીમાં શટલિયા વાહનચાલકો ખુલ્લેઆમ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી ઘેટા બકરાની જેમ વાહનોમાં મુસાફરોને બેસાડી અવરજવર કરાવી રહ્યા છે અને ભાડુ પણ દોઢ ગણુ લઇ રહ્યા છે. તેમ છતાં પોલીસતંત્ર અને આરટીઓ આખે હપ્તાના પાટા બાંધી તમાશો જોતા હોય તેમ લાગે છે.

આવા શટલીયા વાહનો સામે કોઇ કાર્યવાહી હાલ કરાતી નથી. ત્યારે એસટી વિભાગ વીરમગામ ડિવિઝને અમદાવાદ દ્વારા માંડલથી વિરમગામ માર્ગ પર એસટી બસો દર અડધો કલાકે દોડાવવામાં આવે તો મુસાફરોને શટલીયા વાહનોમાં જીવના જોખમે મુસાફરી ન કરવી પડે જેથી રાધનપુર શંખેશ્વર દસાડા માંડલ વિરમગામ અમદાવાદની લોકલ રૂટની વધુ એસ.ટી બસો શરૂ કરવાની જરૂર છે. એસટી બસના ઓછા રૂટ હોવાથી મુસાફરોને નાછુટકે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડી રહી છે. જેથી રૂટ વધારાય તેવી માગ ઊઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો