તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:માંડલ પોલીસે 6.38 લાખનો દારૂનો જથ્થો ઝડપી લીધો

માંડલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિસ્તારમાં દારૂ જુગારની સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન પોલીસની કામગીરી

અમદાવાદ જિલ્લામાં દારૂબંધીની કડક અમલવારી હેતૂસર જિલ્લા મુખ્ય પોલીસ વડાની સુચનાથી હોળી ધૂળેટીના તહેવાર અનુસંધાને દારૂ જુગાર પ્રવૃતિ ડામવા સારું તા.22થી 1 એપ્રીલ સુધીની સ્પેશિયલ પ્રોહીબીશન જુગાર ડ્રાઇવનું આયોજન કરાયું હતું. માંડલ પોલીસ મથકના પી.એસ.આઈ સંદિપકુમાર ઈશ્વરભાઈ પટેલ, હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ કમલેશભાઈ જગાભાઈ, ચમનભાઈ, જયદેવભાઇ, રાજેન્દ્ર કુમાર મયુરસિંહ ગોવિંદજી વગેરે સાથી પ્રોહીબીશન જુગાર ડ્રાઇવ તેમજ તથા તહેવાર અનિવાર્ય પોલીસ બંદોબસ્તમાં હતા.

તે દરમિયાન માંડલ દસાડા રોડ ઉપર આવેલા બકાભાઈ કંસારાના શોરૂમ પાસે ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર તથા આરોપી કાનજી ભૂરાભાઈ રબારી (રહે ગામ તળેટી, તાલુકો જીલ્લો મહેસાણા)ને પકડીને તેને કબજાવાળી કારમાંથી નાની-મોટી સીલ બંધકાચની બોટલ નંગ 600 તથા ટીન નંગ 360 મળી કુલ 960 જેની કુલ કિંમત રૂપિયા 1.36 લાખ તથા કાર 5 લાખ તથા એક મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૫૦૦ તથા રોકડ રૂપિયા 1000 સાથે કુલ મળી રૂ 6.38 લાખનો મુદ્દામાલ મળી આવતા કબજે કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો