તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રશંસનીય કામગીરી:દિવ્યાંગ યુવકનું માંડલ પોલીસે પરિવાર સાથે મીલન કરાવ્યું

માંડલ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • માસીના ઘરે રહેતો યુવક ઘરેથી નીકળી ગયો હતો

અમદાવાદના છેવાડાના બોપલ વિસ્તારમાં રહેતો દિવ્યાંગ યુવક પોતાના માસીના ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી જતાં તે શખ્સ માંડલમાંથી મળી આવતા પોલીસે તેને તેની માસીને સોંપ્યો હતો.

માંડલ પોલીસ મથકના પી.એસ.આઇ એસ.આઇ.પટેલ તથા હેડકોન્સ્ટેબલ મહેશભાઈ તથા કમલેશભાઈ ડાયાભાઈ વગેરે તા. 11 ફેબ્રુઆરીની રાત્રે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન માંડલથી વિંઝુવાડા તરફ જતા રોડ ઉપર એક અજાણ્યો શખ્સ શંકાસ્પદ હાલતમાં ચાલતો જતો હતો. જેથી તેને ઊભો રાખી પૂછપરછ કરતા તેનું નામ પરેશભાઈ શિવાભાઇ મકવાણા(ઉં.વ. 31રહે બોપલ ત્રિમૂર્ત સોસાયટી.) હોવાનું જણાવ્યું હતું. તે અસ્થિર મગજનો હોવાનું જાણવા મળ્યું હતું. તેને વિશ્વાસમાં લઇ તેના વાલીવારસોે સંબંધે વધુ પૂછપરછ કરતા તેઓના માસી નામે લીલાબેન નરસીભાઇ ગોહિલના ઘરેથી કોઈને કહ્યા વગર આ યુવક નીકળી ગયો હોવાનું જણાવતા બોપલ પોલીસ સ્ટેશન ખાતે સંપર્ક કરી ઉપરોકત જણાવેલા સરનામે તપાસ કરાવી હતી.

તપાસ કરતા મળી આવેલા ઈસમે જણાવેલી હકીકત મુજબની ખરી જણાતા તેના વાલીવારસની માંડલ પોલીસ સ્ટેશન ખાતે બોલાવતા મળી આવેલ ઇસમના માસી માંડલ પોલીસ સ્ટેશન ખાતે આવતા યુવકને સોંપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો