તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરજીયાત રસીકરણ:માંડલ પોલીસે રસી ન લેનારા વેપારીઓની યાદી બનાવી

માંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમામ વેપારીઓના નામ-નંબરને આધારે દુકાને દુકાને જઇ રસી અપાશે

સરકારે રાજ્યના તમામ તાલુકા સેન્ટરો પર બજારોમાં વેપાર ધંધો કરતા વેપારીઓને વેક્સિન લેવા માટેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી. જે અંતર્ગત મોટાભાગના તમામ ધંધાર્થીઓમાં લુહાર, સુથાર, મોચી તથા શાકભાજી વેચનાર ફેરિયા, દૂધના વિક્રેતાઓ તથા પાનના ગલ્લાવાળાઓ તથા ચાની કીટલી જેવા વ્યવસાય કરતા લોકોને ફરજીયાત વેક્સિન લેવાની ફરજિયાત છે. પરંતું હજુ કેટલાક વપારીઓએ વેક્સિન લીધી નથી. જેના લીધે કોરોનાના સંક્રમણનો ભય રહેલો હોય છે.

ત્યારે ગુરુવારે સાંજે માંડલ બજાર વિસ્તારમાં દરેક નાના-મોટાવેપારીઓએ વેક્સિન ન લીઘી હોય અને વેક્સિન લેવાની બાકી હોય તેવા વેપારીઓના નામ-સરનામાં મોબાઈલ નંબર આધાર કાર્ડ નંબર સહિતની વિગતો એકઠી કરી પોલીસે રજિસ્ટ્રર બનાવ્યું છે. આ કામગીરીમાં માંડલ પોલીસ મથકના પી.એસ.આઇ સંદિપકુમાર ઈશ્વરભાઈ પટેલ સહિત પોલીસ સ્ટાફ જોડાયો હતો.

ટૂંક સમયમાં માંડલના તમામ નાના મોટા વેપારીઓ ધંધાર્થીઓને રજીસ્ટ્રરના આધારે દુકાને દુકાને જઇને વેક્સિન આપવામાં આવશે તેવું માંડલ પોલીસ દ્વારા જાણવા મળ્યું છે. અને તારીખ 10 જુલાઈ સુધીમાં દરેક દુકાનદારે વેક્સિન લેવાની રહેશે અને દુકાનમાં કામ કરતાં માણસે પણ વેક્સિન લેવાની રહેશે આમ માંડલ સહીત તાલુકાને સો ટકા વેક્સિનેશન કરવામાં પોલીસનો સિંહ ફાળો રહેશે.

અન્ય સમાચારો પણ છે...