તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:માંડલના દવાખાનામાં દર્દીઓની લાંબી લાઇન

માંડલ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ખાનગી ડોક્ટરો દિવસ-રાત દર્દીઓની સેવા કરી રહ્યા છે

માંડલ શહેર તાલુકામાં પ્રતિદિન કોરોનાના પોઝીટીવ દર્દીઓના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે માંડલ આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડની સારવાર માટેના માત્ર 3 બેડ ઉપલબ્ધ છે અને માંડલના વિંઝૂવાડા ખાતે આયુર્વેદ હોસ્પિટલમાં માત્ર કોવીડ સેન્ટર ઉભુ કરાયું છે. જેમાં 20 બેડ ઓક્સિજન વગરના ફાળવામાં આવ્યા છે. સીતાપુર ગામ નજીક આવેલી ઝાઈડસ હોસ્પિટલમાં 21 ઓક્સિજનવાળા ફાળવવામાં આવ્યા છે.પરંતુ ઓક્સિજન વ્યવસ્થા ન હોવાથી હજુ સુધી હોસ્પિટલ શરૂ કરાઇ નથી. માંડલ શહેરમાં આવેલા ભોળાનાથ કોમ્પલેક્સમાં બે ખાનગી ડોક્ટરોના ક્લિનિક આવેલા છે.

તેમાં ડો. જીગ્નેશભાઈ પટેલ અને સવજીભાઈ પટેલના ક્લિનિક પર સવારથી-દર્દીઓની સારવાર માટે લાઇનો લાગે છે. તેમાં ડોક્ટર સવજીભાઈ પટેલના ક્લિનિક પર રોજના 300થી વધુ દર્દીઓ સારવાર લેવા આવે છે. ડોક્ટર સવજીભાઈ પટેલ સવારના 9વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી સતત દર્દીઓને સારવાર આપી સેવા કરી રહ્યા છે. તેમાં ત્યારે માંડલના રાજુભાઇ શાહ જણાવે છે કે ડોક્ટર સવજીભાઈ પટેલ સામાન્ય કોરોનાની સારવાર આપી સેવા કરી રહ્યા છે. ઘણા બધા દર્દીઓ સાજા પણ થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો