તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:માંડલ તાલુકામાં વધુ 6ને કોરોના પોઝિટિવ, વધુ 2નાં મોત નીપજ્યાં

માંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માંડલની બજારોમાં આવતા લોકો ન તો માસ્ક પહેરે છે, ન તો સામાજિક અંતરનું પાલન કરે છે : કોરોના કેસ ક્યાંથી અટકે

માંડલ તાલુકામાં મંગળવારે વધુ 6 વ્યક્તિને કોરોનાનું સંક્રમણ લાગ્યું હોવાનું આરોગ્ય વિભાગ અમદાવાદ દ્વારા જાણવા મળ્યું છે. કોરોના પોઝિટિવ આવેલા વ્યક્તિઓમાં ચેતન પોપટભાઈ પટેલ (હરિ કૃપા સોસાયટી માંડલ), દક્ષાબેન પટેલ (રામાનંદ સોસાયટી માંડલ), હાયકોગ (વિઠલાપુર), ચેતનભાઇ ભરવાડ (ભરવાડવાસ માંડલ), ગોવિંદભાઈ એલ વાણંદ (સીણજ ગામ), જગત્સંગ સોલંકી (ગામ વિઠલાપુર)ને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે.

માંડલ શહેરમાં આવેલી રામાનદ સોસાયટીમાં એક મહિલા અને કસ્બા વિસ્તારમાં 1 મહિલાનું ઉંમરના કારણે કુદરતી મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે માંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાએ કહેર મચાવ્યો છે. માંડલ શહેરમાં સવાર પડતાની સાથે ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં માંડલની બજારોમા ંખરીદી કરવા ઉમટી પડે છે. જેના લીધે બજાર વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે.

બજાર વિસ્તારમાં મોટા ભાગના વેપારીઓ મોંઢા પર માસ્ક પહેર્યા વગર ધંધો કરતા નજરે પડે છે. તેમ છતાં માંડલ પોલીસ દ્વારા માસ્ક ન પહેરતા વેપારીઓ અને ગ્રાહકો પાસેથી દંડ વસૂલવામાં ન આવતા વેપારીઓને ખરીદી કરવા આવતા ગ્રાહકો માસ્ક પહેરતા નથી.

અન્ય સમાચારો પણ છે...