તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સંક્રમણ:માંડલ તાલુકામાં 4 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા, જ્યારે 1 મહિલાનું મોત

માંડલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

માંડલ શહેર અને તાલુકામાં મળી 2 દિવસમાં ગુરુવારે વધુ કોરોના પોઝિટિવ ચાર કેસ નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગ અમદાવાદ દ્વારા જાણવા મળ્યું છે. જેમાં રામ કૃષ્ણડ્વેન સિદ્ધ યોગી સોસાયટી માંડલ, દશરથબા ઝાલા ગામ ડઢાણા, રમીલાબેન એન. પટેલ ગામ નાના ઉભડા, રેખાબેન ઠાકોર કડીપુર માડલ કોરોનાપોઝિટિવ આવ્યા છે. માંડલ પરાવાસમાં 1 મહિલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું છે. માંડલ તાલુકાના કેસ ઘટતા અને મોતનો આંક ઘટતા રાહત જોવા મળે છે, પરંતુ જો માંડલમાં સવારે બજારમાં થતી ભીડને રોકવામા નહી આવેતો ફરી કોરોના વિસ્ફોટ થઈ શકે છે.

ત્યારે પોલીસ તંત્ર દ્વારા બજારમાં ભીડ એકઠી કરી ધંધો કરતા વેપારીઓ સામે જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવી જોઈએ પરંતુ માંડલ પોલીસ તંત્ર દ્વારા આવા ભીડ એકઠી કરી ધંધો કરતા વ્યાપાર સામે કાર્યવાહી કરવામા ઢીલી નીતિ રાખવામાં આવતા વેપારીઓ જેમા હેર સલૂનવાળા તથા ચાની હોટલ, પાનના ગલ્લા, કાપડની દુકાન વાળા, પાનમસાલા ગુટખાના વેપારીઓ, કરિયાણાની દુકાનવાળાઓ, કટલરીવાળાઓ તથા ફ્રૂટ વાળાઓ, શાકભાજીવાળાઓ વગેરે વ્યાપારીઓ ભીડએકઠી કરી સામાજિક અંતર ન જાળવી ધંધો કરતા દેખાય છે.

અન્ય સમાચારો પણ છે...