તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:માંડલમાં GRD મહિલા કર્મી માસ્ક પહેરતી નથી, કર્મીઓ પાસેથી દંડ વસૂલવા માગ ઊઠી

માંડલ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

માંડલ શહેરમાં અને વિઠલાપુરમાં કોરોના મહામારીમાં સ્થાનિક પોલીસ દ્વારા જે નાગરીકો મોઢા ઉપર માસ્ક નથી પહેરતા તેમની પાસેથી રૂપિયા 1000 સુધીનો દંડ વસુલે છે. ત્યારે પોલીસની સાથે જોડાયેલા જીઆરડી કર્મીઓ, ટીઆરબી જવાનો મોઢા પર માસ્ક પહેર્યા વગર પોતાને આપેલા પોઇન્ટ પર જોવા મળે છે. જેમાં ભારતીય સ્ટેટ બેન્ક પાસે પોઇન્ટ પર મુકવામાં આવેલી બે મહિલા કર્મી માસ્ક પહેર્યા વગર દેખાઈ હતી. તેમજ વિઠલાપુર વિઠલાપુર ચોકડી પર ટ્રાફિકનું સંચાલન કરતા ટીઆરબી જવાનાે અને જીઆરડી જવાનો માસ્ક પહેર્યા વગર દેખાયા હતા. જેથી મોઢા પર માસ્ક ન પહેરતા નાગરિકોને સાથે પોલીસ કર્મચારીઓ સામે પણ દંડનીય કાર્યવાહી કરવી જોઈએ તેવી માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...