રજૂઆત:માંડલના બાવીસી બજારમાં પીવાનું પાણી ડહોળું બન્યું

માંડલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીવાનું પાણી ડહોળું તથા દુર્ધંગયુક્ત આવતું હોવાથી સરપંચને રજૂઆત

માંડલ શહેરમાં બાવીસી બજાર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી માંડલ ગ્રામ પંચાયત દ્વારા માંડલ ગ્રામ પંચાયતમાં આવેલા બોરમાંથી અપાતો પાણીનો જથ્થામાં પાણી ડોહળુ તથા દુર્ગંધવાળું આવતું હોવાની બાવીસી બજાર વિસ્તારના લોકોની ફરિયાદ છે. ત્યારે લોકોનું કહેવું છે કે પાણીની ટાંકીમાં સમયસર સાફ સફાઈ ન થતી હોઈ પીવાનું પાણી ડોહળુ અને દુર્ગંધવાળુ આવતું હોય તે બાબતે બાવીસી બજારના રહીશોએ સરપંચ હંસાબેન કૌશિકભાઇ ઠાકોરને પીવાનું પાણી ડોહળુ અને દુર્ગંધવાળુ આવતું હોવાનું જણાવ્યું છે.

તેમ છતા ંહજુ સુધી પીવાનું પાણી ડોહળુ અને દુર્ગંધ વાળું આવે છે. જેથી આ પાણી પીવાથી લોકોને પાણીજન્ય રોગો થવાનો ભય છે. ત્યારે માંડલ ગ્રામ પંચાયત દ્વારામાડલ ગામ પંચાયતમાં આવેલી પાણીની ટાંકીમાં સાફ સફાઈ કરાવી લોકોને શુદ્ધ પીવાનું પાણી મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ તેવુ માંડલ બાવીસી બજાર વિસ્તારના લોકોનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...