તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:માંડલ પંથકના ગ્રામ્યની બસો બંધ હોવાથી હાલાકી

માંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 20થી વધુ ગામોના 20થી વધુ રૂટ બંધ હોવાથી ગ્રામ્ય જનતાને અવરજવરમાં ભારે પરેશાની

માંડલ તાલુકામાં લોકડાઉનમાં બંધ કરાયેલા 20 જેટલા એસટી બસના ગ્રામ્ય તથા શહેરના રૂટ બંધ હોવાના કારણે માંડલ તાલુકામાં 20થી વધુ ગામના લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે બંધ કરાયેલા ગ્રામ્ય રૂટોમાં વિરમગામ સમી મહાદેવનગર, વિરમગામ એરવાડા, વિરમગામ જૈનાબાદ, સુરેલ વિરમગામ, વિરમગામ ઝિઝૂવાડા અમદાવાદ,વિરમગામ શંખેશ્વર અમદાવાદ, વિરમગામ અમદાવાદ છાવણી, બેચરાજી પાટડી બેચરાજી, રાજકોટ માંડલ દસાડા, કડી માંડલ પીપળીધામ કડી, કડી માંડલ બજાણા કડી, ડભોઇ રાધનપુર ડભોઇ, રાધનપુર અમદાવાદ રાધનપુર, હારિજ વિરમગામ હારીજ, દિયોદર આણંદ દિયોદર, દિયોદર અમદાવાદ, સુરેન્દ્રનગર વિરમગામ માંડલ, પાલીતાણા શંખેશ્વર, માંડલ ધાંગધ્રા, રાધનપુર ડાકોર, રાધનપુર પાવાગઢ સહિતના રૂટોની બસ લોકડાઉનમાં બંધ કરવામાં આવી છે.

પરંતુ લોકડાઉન ખુલ્યા બાદ એસટીની રાતની રૂટોની બસો કર્ફ્યુમાંથી મુક્તિ આપી હોવા છતાં લાગતા વળગતા ડેપો દ્વારા શરૂ કરવામાં આવી નથી. જેથી મુસાફરી માંગ છે કે યાત્રાધામો સહિતના રૂટોની બસો ફરી શરૂ કરવામાં આવે. હવે સરકાર પણ ધીરે ધીરે તમામ બંધ સ્થળોને ખોલી રહી છે ત્યારે બસના રૂટ પણ ફરીથી શરૂ થાય તેવી માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...