તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:માંડલમાં સ્મશાન ઘાટમાં પ્રવેશ દ્વાર પાસે ગેરકાયદે દબાણ હટાવવા માગ

માંડલ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મામલતદાર અને TDOને આવેદન આપ્યું
  • દબાણ થતાં લોકોને પડતી મુશ્કેલી

માંડલ શહેરમાં દિનપ્રતિદિન સરકારી પડતર જમીન ઉપર માંડલ અમુક લોકો ગેરકાયદે દબાણ કરી રહ્યા છે. જેમાં અમુક દબાણો વિકાસના કામોમાં નડતરરૂપ થાય છે. ત્યારે સ્વામીજીના આશ્રમની પાછળ નીલકંઠ મોક્ષધામ આવેલ છે સ્મશાન ઘાટના પ્રવેશ દ્વારમાં બંને બાજુએ સ્થાનિક માંડલના કેટલાક વ્યક્તિઓ દ્વારા દબાણ કરતા સ્મશાન ઘાટમાં મોટા વાહનો લઇ જવા આવવા અવારનવર મુશ્કેલી પડે છે. તેમજ દાલોદ બાયપાસ પ્રવેશ દ્વાર બનાવ્યું ત્યારે નાળુ મંજુર કરેલ હોવા છતાં માંડલના કેટલાક શખ્સો દ્વારા અવાર-નવાર મુશ્કેલી અડચણ ઊભી કરી એજન્સીને કામ કરવા દેતા નથી. જેના લીધે એકાદ વર્ષથી કામ ખોંરભે પડેલ છે.

આ દબાણવાળી જગ્યામાં દબાણકર્તાઓ વારંવાર ગામના નગરજનોને ઘાકધમકી આપે છે. અને વિકાસના કામમાં રૂકાવટ ઊભી કરે છે. જેથી સ્મશાન ઘાટ પાસે થયેલ ગેરકાયદે દબાણ હટાવી વિકાસના કામો શરૂ કરાય તે માટે સ્નાથાનિક રહિશોએ રાયણ મોક્ષ ધામ ટ્રસ્ટના પ્રમુખ સોની ચેતનકુમાર જેંતીલાલ, અરૂણભાઈ ધનંજયભાઇ આચાર્ય, ભોપાભાઈ જેભાવસાર, તથા બીપીનભાઈ તથા મિતેશ ઠકકરે માંડલ મામલતદાર જી.એસ. ગોસ્વામી તાલુકા વિકાસ અધિકારીને આપી આવેદન આપી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...