તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અતિક્રમણ:માંડલ શહેરમાં તંત્રની મંજૂરી વગર પાકાં બાંધકામ કરી દબાણ કરાયાં

માંડલ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દબાણો અંગે તંત્ર દ્વારા કોઈ રોકટોક કરાતી નથી
 • તંત્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણીની કામગીરી વ્યસ્ત છે ત્યારે ગેરલાભ લઇ પાકાં દબાણો કરાઈ રહ્યા છે

માંડલ શહેરમાં ગ્રામ પંચાયતની મંજૂરી વિના મુખ્ય માર્ગ પર હિતવર્ધક પ્રેસની બાજુમાંપાકા દબાણ રાતોરાત વધી રહ્યા છે. સ્થાનિક તંત્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણીની કામગીરી વ્યસ્ત છે ત્યારે માંડલ શહેરમાં ગેરકાયદેસર દબાણ કરતા ઇસમો ગેરલાભ લઇ પાકા દબાણો કરી રહ્યા છીએ.

તેમાં માંડલ શહેરમાં પ્રવેશતા મુખ્ય માર્ગ પર આવેલ હિતવર્ધક પ્રેસની બાજુમા રોડની સાઈડમાં દુકાન બનાવી પાર્શ્વનાથ કોમ્પલેક્ષ બનાવ્યું છે. તેમાં દુકાનદારો આગળના ભાગે પતરાના શેડ બનાવેલા હતા ત્યારે આશરે 5-6 દુકાનદારોએ આ પતરાના સેડ કાઢી દુકાનો આગળ દિવાલો કરી સેન્ટિંગથી ધાબા ભરી પાકાં દબાણ કરી રહ્યા છીએ. આગળ 15 ફૂટ દુકાનો વધારી રહ્યા છે. તે પણ જાહેર મુખ્ય માર્ગે જ્યાં સ્થાનિક અધિકારીઓની અવરજવર રહે છે. તંત્ર પણ આ દબાણ કરતા ઇશમો સામે કોઈ કાર્યવાહી કરતું નથી. માંડલ સ્થાનિક જાગૃત નાગરિકોનુ કહેવું છે કે તંત્ર દ્વારા ગ્રામ પંચાયત અને માંડલ મામલતદાર અને પ્રાંત અધિકારી વિરમગામ જિલ્લા કલેક્ટર ગેરકાયદ દબાણ કરતા ઇસમો સામે કાર્યવાહી કરવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો