માંડલ શહેરમાં કોરોનાની ત્રીજી લહેરમાં પ્રથમ વાર બે પોઝિટિવ કેસ સરકારી ચોપડે નોંધાયા છે. માંડલ જેવા નાના નગરમાં કોરોનાના 2 પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે નાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાએ પગપેસારો કરતાં હવે લોકોએ સાવચેત રહેવાની તાતી જરૂરિયાત ઊભી થઇ છે.
માંડલમાં કોરોનાના 2 પોઝિટિ કેસ નોંધાયા છે. જેમાં દલિત વાસમાં રહેતા અને દશાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મલ્ટીહેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા નિલેશકુમાર એમ પરમારને કોરોના પોઝિટિવ રિપોર્ટ નોધાયોછે. તેમજ રામાનંદ સોસાયટીમાં રહેતા મુક્તાબેન પી ડોડીયા (ઉં.વ.35)ને કોરોના પોઝિટિવ રિપોર્ટ નોધાયો છે.બંને દર્દીઓ હોમ કવોરન્ટાઈન રહી સારવાર લઈ રહ્યા છે.
માંડલ શહેર બાદ ગામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તેમ છતા નગરજનો બેફીકર બની મોઢા પર માસ્ક પહેર્યા વગર બજાર, શાકમાર્કેટ, ચબુતરા ચોક, સરકારી કચેરીઓ, બેંકોમાં જોવા મળી રહ્યા મળી છે. ત્યારે માંડલ સ્થાનિક તંત્ર દ્વારા સરકારી ગાઇડલાઇનનો અમલ ન કરાવતા માંડલ શહેરના નાગરિકોને સામે કાર્યવાહી કરવી જોઈએ. તેવી માગ ઊઠી છે. હવે જો લોકો સાવચેત નહીં બને તો આગામી સમયમાં બીજી લહેર જેવી સ્થિતિ ઉભી થાય તેમ છે.
ત્રીજી લહેરની સંભાવના વચ્ચે રાજ્યમાં દરરોજ કેસ વધી રહ્યા છે. સાણંદના શેલા ગામમાં તો 5 દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા. ત્યારે નાગરિકોએ હવે સાવચેત રહેવાની જરૂર છે. નહીં તો આગામી સમયમાં સ્થિતિ વધુ કથળતી બનશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.