હાલાકી:પીવાના પાણી માટે વલખા મારતાં માંડલના નાગરિકો

માંડલ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્ય બોરમાં ખામી સર્જાતા ચાર દિવસથી પાણીનો સપ્લાય બંધ થયો

માંડલ ચબુતરા ચોક પાસે આવેલા માંડલ ગ્રામ પંચાયતના મુખ્ય બોરમાં ખામી સર્જાતા છેલ્લા ચાર દિવસથી બોર બંધ હાલતમાં છે. જેના લીધે આ બોરમાંથી સપ્લાય થતો પાણીનો પુરવઠો બંધ થઈ ગયો છે. તેના પગલે ચબુતરા ચોક વિસ્તાર, વાટાવસ વિસ્તાર, રાણીપુરા એસટી બસ લાઈન વિસ્તાર, પાસવનાથ સોસાયટી, દલિત વાસ, યોગેશ્વર સોસાયટી, રામાનંદ સોસાયટી, રામપુરા ચોકડી વિસ્તાર, તથા વાઘેશ્વર ધામ વગેરે વિસ્તારોમાં આ બોરનુ પાણી બંધ થતા આ વિસ્તારના નગરજનોને પીવાના પાણી માટે ભરવા માટે આમ તેમ ભટકવું પડે છે.

ત્યારે આ વિસ્તારના નગરજનોની લોક માંગ છે કે વહેલી તકે ખામી સર્જાયેલા બોરનંુ રીપેરિંગ કામ કરી પાણીનો પૂરવઠો પુન રાબેતા મુજબ શરૂ કરવામાં આવે. 4 દિવસથી પીવાનું પાણી નહીં આવતા લોકોને મજબૂરીમાં પૈસા ખર્ચી પીવાનું પાણી મંગાવવાની ફરજ પડી છે. ત્યારે ગ્રામ પંચાયત દ્વારા પીવાના પાણી માટે અન્ય કોઇ વ્યવસ્થા કરાય તેવી લોક માગ ઉઠી છે. બોરના સ્થાને અન્ય બોર ઉભો કરાય જેથી લોકોને પાણી માટે વલખા ન મારવા પડે.

અન્ય સમાચારો પણ છે...