તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આચારસહિતાનો ભંગ:માંડલમાં આચારસંહિતા લાગુ હોવા છતાં ભાજપના પોસ્ટરો લહેરાઇ રહ્યા છે

માંડલ13 દિવસ પહેલા
 • કૉપી લિંક

માંડલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી સદર્ભે આચારસહિંતા લાગુ છે ત્યારે કોઇપણ પક્ષના નેતાઓની જાહેરાતવાળા પોસ્ટરો આચારસહિતા લાગુ થતા હટાવાયા છે. પરંતુ માંડલથી દસાડા હાઈવે પર અબાળા ગામના પાટિયા પાસે આવેલા આગમ બંગલોઝની ગેટની સામે હાઇવે પર દેખાઈ તેવી રીતે ભાજપ નેતાઓની જાહેરાતવાળું પોસ્ટર હજુ પણ લાગેલું છે. તો તેને ચૂંટણીપંચ દ્વારા તાત્કાલિક દૂર કરવું જોઇએ. તેવું આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને કહેવુંં છે.

માંડલમાં સરેઆમ આચારસહિંતાનું ઉલ્લંઘન થઇ રહ્યું હોવા છતાં અધિકારીઓ ભાજપને છાવરતા હોય તેમ લાગી રહ્યું છે. અન્ય પક્ષોના બનેરો તથા હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા હોવા છતાં કેટલીક સોસાયટીઓમાંં આ રીતે પોસ્ટરો નજરે પડી રહ્યા છે. જે ઉતરાવી લેવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો