તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:કડી- બજાણા રૂટની બસ માંડલમાં ઊભી ન રહેતાં રોષ

માંડલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માંડલ ચબુતરા ચોક પાસે સ્પોટ હોવા છતાં ડ્રાઇવરે બસ હંકારી મૂકી હતી

મહેસાણા ડિવિઝનના કડી ડેપો દ્વારા સંચાલિત કડી માંડલ દસાડા પાટડી બજાણા એસ ટી બસના ડ્રાઇવર મુસાફરોને ન લેતા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે તારીખ 26 માર્ચના શુક્રવારના રોજ બપોરે કડીથી બજાણા તરફ જતી રૂટની બસના ડ્રાઈવર માંડલ ચબુતરા ચોક પાસે સ્ટોપ હોવા છતાં આઠથી 10 મુસાફરો પાટડી તરફ જવા માટે ઊભા હતા. ત્યારે મુસાફરે બસના ડ્રાઇવરને બસ ઉભી રાખવા હાથ ઊંચો કર્યો હોવા છતાં એસટી બસ ઉભી ન રાખી હતી.

જેથી અમુક મુસાફરોએ ખાનગી વાહનોમાં બેસી ગયા હતા. બે મુસાફરો માંડલ એસટી બસ સ્ટેન્ડમાં જઈ કડી બજાણા રૂટની બસના ડ્રાઇવરે બસ ન ઉભી રાખવા બાબતે વાત કરતાં જણાવ્યું હતું કે એસટી બસ સ્ટેન્ડ સિવાય અન્ય કોઇ જગ્યાએ બસ ઉભી ન રહે તેવું મૌખિક રીતે જણાવ્યું હતું. એસ.ટી તંત્ર એક બાજુ મુસાફરો એસ.ટી.બસમાં વધુમાં વધુ મુસાફરી કરે તેવું હેતુથી અવનવી પાસની સ્કીમો કાઢે છે.

એસટી તંત્રના ઉચ્ચ અધિકારી દ્વારા આવા ડ્રાઈવર સામે કડક કાર્યવાહી કરવી જોઇએ તેવું મુસાફરો જણાવે છે. આરૂટની બસનો ડ્રાઈવર મુસાફરો ન લેતા હોવાથી જાણ કડી એસટી ડેપો તથા કડી એસટી પોઇન્ટ ઉપરજાણ કરવામાં આવી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો