તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:માંડલ મામલતદાર કચેરીમાં આધારકાર્ડની કામગીરી ફરી શરૂ

માંડલ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાંબા સમયથી કામગીરી બંધ રહેતા લોકોને ધકકા થતા હતા

મામલદાર કચેરીમાં કોરાના કાળ દરમિયાન છેલ્લા કેટલાક સમયથી આધારકાર્ડની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં ધીમી ગતિએ આંશિક લોકડાઉનમાં રાહત મળતી થઈ છે. સરકારી કચેરીઓ પણ ખૂલી ગઈ છે. ભારત સરકારના કોમન સર્વિસ સેન્ટર દ્વારા ગુજરાતમાં સરકારી અને ખાનગી સેન્ટરો પરથી આધારકાર્ડ કાઢી આપવામાં આવતા હતા.

પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી મોટાભાગના સેન્ટર બંધ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને ખૂબ મુશ્કેલી વેઠવી પડી હતી. ઘણા સમયથી આધારકાર્ડની કામગીરી અંગે કોઈ નિર્ણય લેવામાં ન આવતા આધારકાર્ડ મેળવવા લોકો માંડલ મામલતદાર કચેરીમાં દરરોજ ધક્કા ખાઈ રહ્યા હતા. જેથી માંડલ આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખે માંડલ મામલતદાર કચેરીમાં રજુઆત કરાતા માંડલ મામલતદાર કચેરીમાં જનસેવા કેન્દ્રમાં આધાર કાર્ડની સુધારા વધારા અને નવા આધારકાર્ડની અંગેની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...