તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:સીતાપુર ગામના ખેતરમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

માંડલ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિઠલાપુર પોલીસે 49 હજારનો મુદ્દામાલ કબજે લઇ 1 આરોપીને ઝડપ્યો, 1 વોન્ટેડ

માંડલ તાલુકાના વિઠલાપૂર પોલીસ મથકના પી.એસ.આઇઆર એમ દેસાઈ, એએસઆઈ ભગવતસિંહ તથા એએસઆઇ ગીરીરાજસિંહ,પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ વગેરેએ માંડલ તાલુકાના સીતાપુર ગામ અને નાયકપુર તરફ જવાના ખેતરમાં સંતાડેલો વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો મળી કુલ 406 બોટલ ઝડપી લીધી હતી. પોલીસે રૂપિયા 49200નો મુદ્દામાલ સાથે આરોપી ઈશ્વરજી ઉર્ફે ઇશાજી સોમાજી ઠાકોર (રહે સીતાપુર)ને ઝડપી લઈ આગળની વધુ તપાસ વીઠલાપુર પોલીસ ચલાવી રહી છે.

મીઠાપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઇ વિક્રમસિંહ ભગવતસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે સીતાપુર ગામથી નાયકપુર તરફ જતા લીલુડીવાળા ખેતરમાં વિદેશી દારૂ સંતાડેલો છે. જે બાતમીના આધારે સદર સ્થળે વિઠલાપુર પોલીસે રેડ કરતા વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયરની કૂલ નંગ 406 બોટલ મળઈ હતી. જેની કિંમત 49200નો મુદ્દામાલ સહિત આરોપીને ઝડપી લીધો હતો. જ્યારે અન્ય ઈસમ બંસીલાલને વોન્ટેડ જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...