તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામાનો ભંગ:માંડલની SBI બેંક બહાર ખાતેદારોની લાઈન લાગી, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા

માંડલ9 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોના વાઇરસનો ચેપ ન લાગે તે માટે સરકારે ત્રણ ફૂટનું સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે ખાસ સુચના આપવામાં આવી છે. તેમ છતાં માંડલ SBI બેંકની બહાર ખાતેદારોની સોમવારે લાંબી લાઈનો લાગી હતી.  ખાતેદારો એકબીજાને અડી અડીને ઉભા હતા. અને અમુક ખાતેદારોએ માસ્ક પણ પહેરેલ નહોતુ. તેમજ બેંક દ્વારા હાથની સફાઈ માટે સેનિટાઈઝર પણ મુકવામાં આવતું નથી. બેંકનો કોઈ કર્મચારી કે ગાડૅ પણ બહાર વ્યવસ્થા જાળવવા બેસાડવામાં આવતા નથી. બેંકમાં લેવડદેવડ માટે એક જ કલાક આપવામાં આવે છે. જેથી ખાતેદારોની લાંબી લાઈનો લાગે છે. લાઈનમાં સિનિયર સિટીજનોનો પણ સમાવેશ થાય છે. બેંક સ્ટાફમાં પટાવાળા અને સિકયોરિટી ગાડૅની પણ જગ્યા ખાલી છે. ત્યારે બેંકની બહાર લાંબી લાઈન લાગતા માંડલ  પી.એસ.આઈ. વાય.એ.પરમાર સ્ટાફ સાથે દોડી આવ્યા હતા અને  સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેવી વ્યવસ્થા કરાવી હતી. અને સાથે આવેલ એ.એસ.પી. પ્રવિણકુમાર મીણા (વિરમગામ) એ બેંકની મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો