તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો આદેશ:માંડલમાં જુગારીને 10 હજારનો દંડ ફટકારાયો

માંડલ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જુગારીને વિરમગામ કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે દંડ ફટકાર્યો

માંડલ શહેરમાં વણકર વાસમાં ભાવસાર સોસાયટીમાં રહેતી અને માંડલ પોલીસ સ્ટેશનમાં જીઆરડી મહિલા કર્મી તરીકે ફરજ બજાવતી મહિલાના ઘરમાંથી 8 જેટલા જુગારીઓને પોલીસે દરોડા પાડી ઝડપી લીધા હતા. આરોપીઓને માંડલ કોર્ટમાં રજૂ કરાયા હતા અને ત્યાર બાદ તારીખ 2 .9. 2021ના રોજ વિરમગામ કોર્ટમાં રજુ કર્યા હતા. જ્યાં કોર્ટે જુગાર કેસમાં પકડાઈલા આરોપીઓ પૈકી કૌશિક મૂળજી ઠાકોરજે વારંવાર જુગાર તથા પ્રોહીબીશનના કેસમાં ઝાડપાતો હતો.

તેને વિરમગામ મેજિસ્ટ્રેટ કોર્ટે રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો હોવાનુ માંડલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ સંદિપકુમાર ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું હતું. માંડલમાં જુગારની પ્રવૃતિને નાબૂદ કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પોલીસને સુચના આપવામાં આવી હતી.

જેના પગલે પોલીસે બાતમીદારો કામે લગાડી જુગારીઓને ઝડપવા માટે અભિયાન શરૂ કર્યું હતું. ત્યારે પોલીસને બાતમી મળી હતી કે, જીઆરડી મહિલા પોલીસ કર્મચારી પોતાના ઘરમાં જુગાર રમાડી રહી છે. જેના પગલે પોલીસે દરોડા પાડી 8 જેટલા જુગારીઓને ઝડપી લીધા હતા. પોલીસે જુગારીઓને કોર્ટમાં રજૂ કરી બાદમાં વિરમગામ કોર્ટમાં રજૂ કર્યા હતા. જેના પગલે કોર્ટે એક જુગારીને 10 હજારનો દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...