તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:માંડલમાં શનિવારે વધુ 13 કેસ પોઝિટિવ નોંધાયા

માંડલ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોવિડ કેર સેન્ટર ન હોવાથી દર્દીઓને અમદાવાદ, પાટણ સુધીના ધક્કા

માંડલ શહેર તાલુકામાં કુલ મળી કોરોના પોઝિટિવના 13 કેસ નોંધાયા હોવાની માહિતી આરોગ્ય કેન્દ્ર વિઠલાપુર દ્વારા મળી છે. પોઝિટિવ આવેલા વ્યક્તિઓમાં ચેતનસિંહ ઝાલા (માંડલ), મહેશ ડી પટેલ (પરાવાસ માંડલ), પ્રકાશકુમાર ઝા (ઓમ સોસાયટી માંડલ),રાકેશભાઈ પટેલ (માંડલ), ઇલાબેન પટેલ (માંડલ), ઉજાબેન પરમાર (માંડલ), મંજુબેન એલ ઠાકોર (વનપરડી), ઘનવી પટેલ (માંડલ), પુષ્પાબેન પી સિંધવ (ગામ દાલોદ), ગોવિંદભાઈ રાઠોડ (ગામ સીતાપુર), સ્વરૂપસિંહ ઝાલા (ગામ સીતાપુર)નો સમાવેશ થાય છે.

ત્યારે માંડલ શહેર અને તાલુકામાં દિન પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસમાં વધારે જોવા મળી રહ્યા છે. માંડલ શહેરમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોવિડના દર્દીઓ માટે સારવાર માટે 3 બેડ ઉપલબ્ધ છે. સીતાપુર ગામ પાસે નવી બનાવેલી ઝાઈડસ હોસ્પિટલમાં ઓક્સિજનની વ્યવસ્થા ન હોવાથી હોસ્પિટલ હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. જેથી કોવિડના દર્દીઓને વધુ સારવાર માટે વિરમગામ, અમદાવાદ અને પાટણ વગેરે શહેરમાં જવું પડે છે. કોરોના પોઝીટીવ કેસોમાં વધારો થતાં માંડલ આરોગ્ય કેન્દ્રમાં કોવિડના દર્દીઓને સારવાર માટે વધુ બેડની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો