ગેરકાયદે વેપાર:માંડલમાં લાયસન્સ વિના ધમધમતી ફટાકડાની હાટડી

માંડલ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માંડલમાં લાયસન્સ વિના ધમધમતી ફટાકડાની હાટડી

માંડલ શહેરમાં દિવાળીના બે દિવસ બાકી છે ત્યારે શહેરમાં ફટાકડા સ્ટોલ અને લારી પર પાનના ગલ્લા પર ફટાકડાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ત્યારે શહેરમાં તંત્રની મીઠી નજર હેઠળ આશરે 50થી વધુ દુકાનો લાયસન્સ તથા ફાયર સેફટીના સાધનો વિના ખુલ્લેઆમ ફટાકડાનુ વેચાણ વેપારીઓ બિન્દાસ કરી રહ્યા છે.

ત્યારે દિવ્ય ભાસ્કરમાં લાયસન્સ વિના તથા ફાયર સેફ્ટિના સાધનો વિના ફટાકડા વેચતા વેપારીઓ સામે કાર્યવાહી કરવા અંગે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. તેમ છતાં માંડલ સ્થાનિક તંત્ર માંડલ પોલીસ તથા માંડલ મામલતદાર તથા માંડલ તાલુકા વિકાસ અધિકારી, વિરમગામ પ્રાંત, વિરમગામ ડિવિઝન પોલીસ વગેરે અધિકારી દ્વારા વેપારીઓ સામે કોઇ કાર્યવાહી હાથ ધરીનથી. તેને લીધે ફટાકડાના વેપારીઓને છૂટોદોર મળતા તેઓ વહેલી સવાર 6 વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી ફટાકડાનું માંડલ શહેરમાં મોટાપાયે ધૂમ વેચાણ કરી રહ્યા છે. માંડલ અને વિરમગામ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા દર વર્ષે લાઇન્સ વગર વેચાતા ફટાકડાની દુકાનોમાં આ વર્ષે વધારો જોવા મળી રહ્યો છે.