મોનસૂન ઈફેક્ટ:માંડલમા જુના પુલ પર આડશ મૂકી અવર-જવર બંધ કરાઈ

માંડલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં ત્રણ રસ્તા પાસે આવેલા જૂના પુલ પરની એક સાઈડની રેલિંગ ભારે વરસાદના લીધે પુલ પર બંને કાંઠે પાણીનું વહેણ આવતા તૂટી ગઈ છે. ત્યારે વાહનચાલકો અને રાહદારીઓને પુલ પર એક સાઇડની રેલીંગ ન હોય અકસ્માતે પડી જવાનો ભય રહેલો છે. જેથી તંત્ર દ્વારા રેલિંગ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી. જે બાબતનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં શુક્રવારે પ્રસિદ્ધ થતાં પીડબલ્યું ડીના નાયબ ઈજનેર વિપુલ ભાઈ ઓઝા વિરમગામે તાત્કાલિક આ પુલ પર લાકડાની આડશો મૂકી અવર-જવર માટે હાલ પુલ પરનો રસ્તો બંધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...