તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:માંડલમાંથી 8 જુગારી 28 હજારના મુદ્દામાલ સાથે ઝબ્બે

માંડલ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માંડલ પોલીસે હરિજનવાસમાં દરોડા પાડી તમામને ઝડપી લીધા

માંડલમાં હરીજનવાસમાં ચામુંડા માતાના મંદિર પાસેથી માંડલ પોલીસે દરોડા પાડી જુગાર રમતા 8 ઇસમોને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે. માંડલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ એ.એસ.આઈ દિલાવરસિંહને બાતમી મળી હતી કે હરિજનવાસમાં ચામુંડા માતાના મંદિર પાસે નટવરભાઈ આલાભાઈ પરમારની ઓરડીની અંદર જુગાર રમાડે છે.

જે બાતમીના આધારે માંડલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ સંદીપભાઈ ઇશ્વરભાઇ પટેલની સૂચનાથી માંડલ પોલીસ સ્ટાફ દ્વારા બાતમીવાળી જગ્યાએ દરોડા પાડતા આઠ ઈસમો જુગાર રમતા રંગેહાથે ઝડપાઇ ગયા હતા. ઝડપાયેલા ઈસમોમાં નટવર આલા પરમાર, મહેશ દેવા પરમાર, દિલીપ ત્રિકમ પરમાર, બાબુ કરસન પરમાર, મયુર ડાયા પરમાર, ગોવિંદ કરસન સિહોરા, પ્રવીણ કાના પરમાર તથા મૂકેશ અમરત પરમારનો સમાવેશ થઆય છે. જુગારીઓ પાસેથી પોલીસે રૂપિયા 4488 તથા દાવ પરથી રૂપિયા 2942 મળી કુલ સાથે 7430 મળી આવ્યા હતા. તથા સદર ઈશમો પાસેથી મોબાઈલ 7 કિંમત રૂપિયા 500 તથા રોકડા રૂપિયા 74 30 સહિતરૂ 28930નામુદ્દામાલ સાથે ઝડપી પાડી તેઓને જુગારધારાની કલમ મુજબ ફરિયાદ નોંધાવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...