અનલોક:માંડલ શહેરમાં 7 શખ્સ જુગાર રમતા ઝડપાયા

માંડલ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંડલ પોલીસ સ્ટાફે બાતમીના આધારે તળાવની પાળ પર જુગાર રમતા 7 ઈસમોને જુગાર રમતા ઝડપી લઇ તેમની પાસેથી રૂપિયા 4450ની મતા કબજે કરી જેલ હવાલે કર્યા છે. માંડલ પોલીસ સ્ટાફના એ.એસ.આઇ નિતેશભાઇ તથા બીપીનભાઈ, ખોડાભાઈ જગાભાઈ રાજેશભાઈ તથા ઇલાબેન એલ પરમાર કમલેશભાઈ ગોવિંદજીને બાતમી મળી હતી જેના આધારે રેડ કરતા સાત જેટલા ઈસમો જુગાર રમતા હતા. જેમાં મકબુલ હુસેનભાઈ ઇબ્રાહિમ સાલા, સુલેમાન નશો હુસેનભાઇ, મહેશ બળદેવ ઠાકોર, મંગા કેસા ઠાકોર,  શાહ નવાજ શાહરુખખાન રહેમાનભાઈ, લક્ષ્મણ વાઘાજી ઠાકોર તથા દશરથજી નાગજી ઠાકોરને ઝડપી લેવાયા હતા. 

અન્ય સમાચારો પણ છે...