તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:માંડલ તાલુકામાં વધુ 7 વ્યક્તિને કોરોનાનું સંક્રમણ લાગ્યું

માંડલ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • માંડલની બજારોમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર લોકો ફરતા હોવાથી સંક્રમણ વધવાનો ભય

વિઠલાપુર આરોગ્ય કેન્દ્ર દ્વારા મળતી માહિતી મુજબ મંગળવારે માંડલ શહેર સહિત તાલુકામાં સાત વ્યક્તિઓને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની માહિતી મળી છે કોરોના સંક્રમિત થયેલા વ્યક્તિઓમાં આકાશ આમતે (ગામ માડલ), મેઘાબેન એસ પટેલ (ગામ વિઝૂવાડા), બાબુભાઈ કે પટેલ (ગામ શેરગામ), દોલાજી ઠાકોર (ગામ કાચરોલ), શંકરભાઈ પટેલ (ગામ નાનાઉભડા), તીર્થ સોલંકી (હરીજન વાસ માંડલ), દીપકકુમાર જે પટેલ (ગામ નાના ઉભડા)નો સમાવેશ થાય છે.

ત્યારે માંડલ તાલુકામાં કોરોના સંક્રમણનો ચેપ લાગવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. ત્યારે માંડલ શહેરમાં બાવીસી બજારમાં વેપારીઓ દ્વારા સામાજિક અંતર તથા માસ્કનો અમલ ન થતો હોવાનું જણાય છે. ત્યારે શાકભાજી વેચતા ફેરીયા તથા કાપડ,વાસણ, કટલેરીની દુકાન ઘરાવતા વેપારીઓ પોતાની દુકાને ખરીદી કરવા આવતા અમુક ગ્રાહકો માસ્ક પહેર્યા વગર આવતા હોય છે.

બોટાદ જિલ્લામાં વધુ 21ને સંક્રમણ
બોટાદ જિલ્લામાં તા. 4/5/21ના રોજ વધુ 21 લોકોના કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 12 લોકો કોરોના સારવાર બાદ સાજા થતા રજા આપાવામા આવી હતી. કોરોનાને લીધે એક સ્ત્રીનુ મોત નિપજ્યુ હતુ. હાલમા બોટાદ જિલ્લામા કુલ 224 કોરોના સારવાર હેઠળ છે. બોટાદ જિલ્લામાં તા. 4/5/21ના રોજ વધુ 21 કોરોના કેસ પોઝીટીવ નોંધાયા હતા. જેમાં બોટાદ શહેરમા સવગણનગર, વડોદરીયા હોસ્પિટલ પાસે, કરીમનગર, ટાઢાની વાડી, બોટાદ તાલુકાના ઝમરાળા, ઢાંકળીયા, શિયાનગર, લાખેણી જ્યારે ગઢડા તાલુકાના લાખણકા, માંડવધાર, ઢસા, પ્રહલાદગઢ, ચભાડીયા, ઇતરીયા, ધ્રુભણીયા અને ગઢડા શહેરમા કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો