તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:માંડલ તાલુકામાં વધુ 7 કોરોના પોઝિટિવ, 2નાં મોત

માંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાંજરાપોળના ટ્રસ્ટીનું સારવારમાં મોત, જ્યારે 1નું કુદરતી મોત

માંડલ શહેરા તાલુકામાં સોમવારે વધુ 7 વ્યક્તિને કોરોનાનું સંક્રમણ લાગ્યું હોવાનું આરોગ્ય વિભાગ અમદાવાદ દ્વારા જાણવા મળ્યુંં છે. જેમાં પસાજી જેઠાજી ઠાકોર (ગામ સીતાપુર), મિત્તલ રેહાન પટેલ (સીતાપુર ગામ), બિશાલ શેષકા (ગામ જાલીસણા), ગાયત્રીબેન બી પટેલ (ગામ જાલીસણા), ચિરાગ પટેલ (વાસણા ગામ), લાભુબેન પટેલ (ગામ શેરગામ), રાજેન્દ્રસિંહ ઝાલા (ગામ દાલોદ)ને કોરોનાનો ચેપ લાગ્યો છે. તેમજ માંડલ શહેરમાં આવેલા માંડલ મહાજન પાજરાપોળના ટ્રસ્ટી જગજીવનદાસ જગુભાઈ અમૃતલાલ દોશીનું અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મોત થયું હોવાનુ જાણવા મળ્યું છે.

માંડલ કસ્બામાં બિસ્મિલ્લા હોટેલ સામે એક વૃદ્ધનું કુદરતી મોત થયું છે. માંડલ તાલુકામાં કોરોનાએ કહેર મચાવ્યો છે ત્યારે મોત પણ વધુ નોંધાઇ રહ્યા છે. દરમિયાન માંડલમાં વધતા જતાં કેસને લઇ આઇસોલેશન સેન્ટર કાર્યરત કરાયું છે. જેમાં પંચાયત સામે આવેલી કન્યા શાળામાં 6 બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અહીં કોરોના પોઝિટિવ દર્દીઓને દાખલ કરી તેઓની 14 દિવસ સુધી સારવાર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...