તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:માંડલમાં બે દિવસમાં વધુ 5 પોઝિટિવ, મહિલાનું મોત

માંડલ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગીતાપુર ગામની મહિલાની સાણંદમાં 20 દિવસથી સારવાર ચાલી રહી હતી અંતે મોત

માંડલ તાલુકા અને શહેરમાં બે દિવસમાં કોરોના પોઝિટિવના 5 કેસ નોંધાયા છે. જે રાહતના સમાચાર છે ત્યારે માંડલ અંબિકાનગર સોસાયટીમાં રહેતા હંસાબેન ગણપતભાઈ પટેલનું મોત થયું હતું. તેઓની સાણંદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ હતા. છેલ્લા ચાર-પાંચ દિવસથી વેન્ટિલેટર ઉપર હતા.

20 દિવસથી કોરાના સામે ઝઝૂમી બાદ તેમનું મોત નિપજ્યું હતું. તેઓ દેત્રોજ તાલૂકાના ગીતાપુર ગામના વતની હતા. દરમિયાન કોરોના પોઝિટિવ આવેલા વ્યક્તિઓમાં કૃપાલી રાકેશભાઇ પટેલ (ગુરૂકૃપા સોસાયટીરામપૂરાચોકડી), વિરજીભાઇ (ગામ હાંસલપુર), માનસિંગ દિહોર (ગામ દેત્રોજ), શૈલેષભાઈ રાઠોડ (ગામ વિઠલાપુર) તથા વિજુભાઈ સોલંકી (વિઠલાપુર)નો સમાવેશ થાય છે. કોરોના પોઝિટિવ આવેલા વ્યક્તિઓ નામ માહતી આરોગ્ય કેન્દ્ર વિઠલાપુર દ્વારા પ્રાપ્ત થઇ છે. તમામ કોરોના પોઝિટિવ દર્દી હોમ કોરન્ટાઈન થઈ ઘરે સારવાર લઇ રહ્યા છે. જોકે, કોરોના હજુ ગયો નથી. જેથી નાગરિકોએ સાવચેતી રાખવી જરૂરી બની છે. માસ્ક, સેનેટાઇઝર તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી બન્યું છે. જોકે, રસીના બે ડોઝ પણ લેવા જરૂર બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો