તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સંક્રમણ:માંડલ તાલુકામાં વધુ 5 કેસ પોઝિટિવ અને 3નાં મોત

માંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માંડલ પંથકમાં પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાયો પરંતુ મોતનો સીલસીલો યથાવત્

માંડલ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં શનિવારે પાંચ વ્યક્તિને કોરોનાનું સંક્રમણ લાગ્યો હોવાનું આરોગ્ય વિભાગ અમદાવાદ દ્વારા જાણવા મળ્યું છે. કોરોના સંક્રમણ લાગેલ વ્યક્તિમાં પટેલ ભાવિશાબેન ચેતનભાઇ (અંબિકાનગર સોસાયટી માંડલ), નિતેશકુમાર કે ઠાકોર (માંડલ પોલીસ સ્ટેશન પોલીસ લાઈન), મનદીપસિંહ (ગામ જાલીસણા), નાગજીભાઈ એસઝાલા (ગામ સીતાપુર), પંકજ ડી.ઝાલાને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે.

માંડલ શહેર અને તાલુકામાં રાહતના સમાચાર છે કે, શનિવારે કેસમાં ઘટાડો નોંધાયો છે. માંડલમાં 3 વ્યક્તિના સારવાર દરમિયાન મોત થયા હોવાનું જાણવા મળેલ છે. જેમાં રામપુરા ચોકડી પાસે રહેતા પુરુષ તથા માંડલ વાઘેલા વાસમાં નવી સોસાયટીમાં એક પુરુષ જેમનું ઓક્સિજન ઘટી જવાથી મોત થયું છે. જ્યારે માંડલ તાલુકાના નાના ઉભડામાં એક યુવાનનું કડી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થયું છે. ત્યારે કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. પરંતુમોતનો સિલસિલો હજી યથાવત રહ્યો છે. ત્યારે લોકોએસરકારની ગાઇડ લાઇનનો ચુસ્તપણે અમલ કરવો જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...