તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાતમીના આધારે દરોડો:માંડલમાંથી 5 જુગારી 12 હજાર રોકડા સાથે ઝડપાયા

માંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવી સોસાયટીમાં જુગારીઓ જાહેરમાં બેસી જુગાર રમી રહ્યા હતા

માંડલ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદજી જેરામજી ઠાકોર, કમલેશભાઈ સોલંકી તથા મયુરસિંહ પેટ્રોલિંગમાં હતા. ત્યારે બાતમી મળી હતી કે માંડલમાં હરીજનવાસમાં આવેલી નવી સોસાયટી વિસ્તારમાં અરવિંદભાઈ લક્ષ્મણભાઇ વાઘેલાના ઘર બહાર ઓટલા ઉપર સ્ટ્રીટલાઇટના અજવાળે કેટલાક ઇસમો પત્તા પાનાનો જુગાર રમતા હતા.

જે બાતમીના આધારે સ્થળ પર જઇ દરોડા પાડતાં પાંચ જણા જુગાર રમતાં પકડાઈ ગયા હતા. જેમાં અશોકભાઈ ભાણાભાઈ પરમાર, બીપીનભાઈ.વી સોલંકી,મેરાભાઈ ભીખાભાઈ પરમાર, અરવિંદભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા (તમામ રહે વણકરવાસ માંડલ) અને ચેતનભાઇ પહેલાદભાઈ ઠાકોર (રાણીપરા ઠાકોરવાસ માંડલ)નો સમાવેશ થાય છે. ઝડપાયેલા ઈશમોની અંગ ઝડતીમાંથી રૂપિયા 10900 તથા 1300 મળી કુલ 12200નો મુદ્દામાલ તપાસ અૈથ કબજે કર્યો હતો. પકડાઈ ઈસમો વિરુદ્ધ જુગાર ધારા કલમ 12 મુજબ ધોરણસરની ફરીયાદ પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદજી જેરામજી ઠાકોરે નોંધાવી છે. જુગારીઓ પંથકમાં બેફામ બનીને જુગાર રમી રહ્યા છે ત્યારે પોલીસે પણ લાલ આંખ કરી કાર્યવાહી કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...