પોલીસની કાર્યવાહી:માંડલ અને દેત્રોજમાંથી ચાઈનીઝ દોરીની 289 રીલ સાથે 3 પકડાયા

રામપુરા ભંકોડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ ગ્રામ્ય એસઓજી અને સ્થાનિક પોલીસની કાર્યવાહી

અમદાવાદ જિલ્લા ગ્રામ્ય એસઓજીની ટીમ માંડલ પોલીસની ટીમ અને દેત્રોજ પોલીસની ટીમે માંડલ અને દેત્રોજમાંથી ચાઈનીઝ દોરીની રીલ નંગ 289 જેની બજાર કિંમત થાય છે રૂપિયા 55000 ના મુદ્દા માલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પડી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ જિલ્લા ગ્રામ્ય એસોજીની ટીમ ના એન. એચ. સવસેટા પીઆઈ, ડી વી ચિત્રા પી.એસ.આઇ સહિત ની ટીમ અને માંડલ પોલીસ સ્ટેશનના આર જી ચૌહાણ પીએસઆઈ, દેત્રોજ પોલીસ સ્ટેશનના એન એલદેસાઈ પીએસઆઇ ના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે માંડલ કુંભારવાસના નાકે થી ચાઈનીઝ દોરીના 19 નંગ રીલ 8,000 ના મુદ્દા માલ સાથે આરોપી મુકેશ રમેશભાઈ ઠાકોર માંડલ મુખ્ય બજારમાંથી કુલ રીલ નંગ 220 જેની બજાર કિંમત 37,000 ના મુદ્દા માલ સાથે આરોપી જય ભાઈ મહેશકુમાર પ્રજાપતિ અને દેત્રોજ પોલીસે દેત્રોજ મુખ્ય બજાર રાધાકૃષ્ણ મંદિર પાસેથી ગેરકાયદે ચાઈનીઝ દોરી વેચતા જીતેન્દ્રકુમાર પદમશીભાઈ શાહ ને રિલ નંગ 50 જેની બજાર કિંમત રૂપિયા 10,000 સાથે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...