તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરોડો:જાલીસણા તથા દઢાણા ગામેથી 13 જુગારી ઝબ્બે

માંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિઠલાપુર પોલીસે દરોડા પાડી રૂ.31 હજારનો મુદ્દામાલ કબજે લીધો

માંડલ તાલુકાના વિઠલાપુર પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ પીએસઆઈ એન.ડી.ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એમ દેસાઈ, એએસઆઈ નીતીશકુમાર કનુજી મકવાણા, વિક્રમસિંહ, સુરેશભાઇ જેયેન્દ્રસિંહેે બાતમીને આધારે રેડ પાડી જાલીસણા ગામેથી જુગાર રમતા 5 ઈશમોને રૂ.19750 તથા ડઢાણા ગામેથી જુગાર રમતા આઠ ઇસમોને રૂપિયા 11430ના મુદ્દામાલ સાથે રંગેહાથ જુગાર રમતા ઝડપી લઇ તેઓ સામે જુગાર ધારાની કલમ મુજબ ઘોરણસરની ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

જાલીસણા ગામેથી જુગાર રમતા ઝડપાયેલ જુગારીમાં જયંતીજી મેરાજી ઠાકોર, સતિષકુમાર લીલાજી ઠાકોર, રમેશજી ગોવિંદજી ઠાકોર, રાકેશજી કાંતિજી ઠાકોર, વિષ્ણુજી બળદેવજી ઠાકોર (તમામ રહે જાલીસણા)નો સમાવેશ થાય છે. તેમજ માંડલ તાલુકાના ડઢાણા ગામેથી જુગાર રમતા ઝડપાયેલા જુગારીમાં ધીરુભાઇ મણસંગ ઝાલા, ચિરાગ સામંતસિંહ ઝાલા, સોનભા રામભા ઝાલા, ભાવુભા બાબુભા ઝાલા, ચીનુભા જવુભા ઝાલા, અશોક વિશુભા ઝાલા, માધુભા દલપતસિંહ ઝાલા, અશ્વિનસિંહ રાજુભા ઝાલા (તમામ રહે દઢાણા)નો સમાવેશ થાય છે.જિલ્લાના તાલુકાના ગામડાઓમાં જુગારીઓ બેફામ બની રહ્યા છે ત્યારે પોલીસે પણ બાતમીદારોને કામે લગાડી કાર્યવાહી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...