તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:માંડલ તાલુકાના ઉકરડીમાં લગ્નમાં જાહેરનામાનો ભંગ કરતાં 12ની અટક

માંડલ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લગ્નમાં સામેલ 9ને નોટિસ પાઠવી પોલીસ સ્ટેશનમાં હાજર થવા જણાવાયું

માંડલ તાલુકાના ઉકરડી ગામે મંજૂરી વિના યોજાયેલા લગ્નમાં પોલીસ પહોંચી જતાં 12 જણાની અટકાયત કરી કાર્યવાહી કરી હતી. લગ્ન પ્રસંગમાં 50 વ્યક્તિને આમંત્રણનો નિયમ હોવા છતાં ડીજે સાથે વરઘોડો કાઢી મોટી સંખ્યામાં લોકોને એકઠાં કરાયા હતા. જેથી પોલીસે જાહેરનામાં ભંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

માંડલ તાલુકાના ઉકરડી ગામમાં લગ્ન પ્રસંગની ઓનલાઈન તેમજ પોલીસ સ્ટેશનમાં નોઘણી કર્યા વગર યોજાયેલા લગ્ન પ્રસંગમાં ડીજેથી અને ઘોડી ઉપર બેસીને લગ્નનો વરઘોડો કાઢી તેમજ 50થી વધુ લોકો ભેગા કરી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ તેમજ જાહેરમાં માસ્ક ન પહેરી કોરોના વાયરસ ફેલાવે તેવી રીતે લગ્ન પ્રસંગ યોજાતા માંડલ પોલીસને જાણ થતા માંડલ પોલીસ મથકના પી.એસ.આઇ સંદિપકુમાર ઈશ્વરભાઈ પટેલ તથા સ્ટાફે લગ્ન પ્રસંગમાં જઇ લગ્ન પ્રસંગમાં આવેલા 12 વ્યક્તિઓની જાહેરનામાના ભંગ બદલ અટકાયત કરી 12 વ્યક્તિને માંડલ પોલીસ સ્ટેશનમાં લવાયા હતા.

જેમાં કૌશિકસિંહ રણવીર સિંહ સોલંકી, સહદેવસિંહ કનુભા સોલંકી, મોતી ભુબાબૂભા સોલંકી, કલ્પેશસિંહ છનુભા સોલંકી, અર્જુનસિંહ કીલુભા સોલંકી, રઘુભા છનૂભા સોલંકી, હિતેન્દ્રસિંહ ઝેલસિંહ સોલંકી, .ગીરીશકુમાર કેશુભા ઝાલા, છનુભાઇ શૂભા ઝાલા, સહદેવસિંહ મંગલસિંહ સોલંકી, પ્રદિપસિંહ દશરથસિહ સોલંકી, રણઘીરસિંહ હરસિંહ સોલંકી, અને 9 વ્યક્તિઓની અટક નહી કરી માંડલ પોલીસ સ્ટેસનમાં હાજર થવા નોટિસ આપી હતી.

જેમાં દેવુભા રાયસીંગ સોલંકી, ગણપતસિંહ સીઘડસિંહ સોલંકી, છનુભા રાયસૈગસિંહ સોલંકી, મુકતાબા સોલંકી,મધુબા દીલુભા સોલંકી, મનહરબા બાબુભા સોલંકી, હીરાબા રણઘીરસિંહ સોલંકી, ગાયત્રીબા રઘૂભા સોલંકી, પ્રશંસાબા રાયસૈગ સોલંકી (તમામ રહે ઉકરડી)નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...