તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકડાઉન:કઠલાલ વહીવટી તંત્રને લઇ 200 ઉપરાંત પર પ્રાંતીય શ્રમિકો અટવાયા

મહુધાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સુરક્ષિત સ્થળે ખસેડી જમવાની સુવીધાઓ પુરી પાડવામા આવી

મહુધાઃ રવિવારની મોડી રાત્રે કઠલાલ પોલીસ દ્વારા અમદાવાદથી દાહોદ ગોધરા તરફ ખાનગી વાહનોમા જતા 200 ઉપરાંત પર પ્રાંતીઓને ફાગવેલ ચોકડીની આગળથી પરત લાવી મહુધા તરફ ધકેલી દેતા મહુધા વહીવટી તંત્ર દ્વારા તમામને સુરક્ષિત સ્થળે ખસેડી જમવાની સુવીધાઓ પુરી પાડવામા આવી હતી. લોક્ડાઉન અને મહામારીને લઇ છેલ્લા ચાર દિવસથી યેનકેન પ્રકારે પોતાના વતનમા પરત ફરી રહ્યા છે. જેના ભાગ રૂપે રવિવારની મોડી રાત્રે અમદાવાદ ઇન્દોર હાઇવે પર વિવિધ ખાનગી વાહનોમા 200 ઉપરાંત પરપ્રાંતીઓ પોતાના વતન પરત ફરી રહ્યા હતા. જેમા ગાડી ચાલક પંચમહાલના દીનેશભાઇએ જણાવ્યુ હતુ કે રવિવારના રોજ ચોટીલાથી વાહનો લઇને નિકળ્યા હતા. સાયલા,બગોદરા, લીમડી, ખેડાથી મહેમદાવાદ પહોંચ્યા હતા. જ્યાંથી અમદાવાદ ઇન્દોર હાઇવે પર પહોંચવા મહેમદાવાદના અંતરીયાળ ગામોના રસ્તાઓનો સહારો લઇ પીઠાઇથી હાઇવે પર પહોંચ્યા હતા. લાડવેલ ચોકડીની આગળ પહોંચતાની સાથેજ કેટલાક પોલીસ જવાનોએ બાઇકથી પીછો કરી અમારા વાહનો અટકાવી દીધા હતા.   તમામને મહુધાના વડથલ નજીક કઠલાલની હદમા આવેલ રઇજીપુરા ખાતેની એક હાઇવે હોટલ પર રાખવામા આવ્યા હતા.પરંતુ કઠલાલ વહીવટી તંત્રએ દરકાર ન લેતા વડથલના સ્થાનીકોએ તમામ શ્રમિકોને રાત્રીના ભોજનની વ્યવસ્થા કરાઇ હતી. તેમજ ઘટનાની જાણ થતા કપડવંજ ડીવાયએસપી પણ રાત્રીના 10 વાગ્યે રઇજીપુરા ખાતે દોડી ગયા હતા.સાથે સાથે મહુધા પ્રાંત અધિકારી તમન્ના ઝાલોડીયા સહીત મહુધા વહીવટી તંત્ર પણ મહુધાની હદમા હોવાની વાતને લઇ સ્થળ પર રાત્રીના પહોચી ગયા હતા. જ્યા 122 શ્રમિકોને કઠલાલ મોકલાયા. જ્યારે અન્ય 133ને મહુધા બે અલગ અલગ સ્થળે રાત્રી રોકાણ કરાવવામા આવ્યુ હતુ. જેમા મહુધા વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા તમામને રાત્રી રોકાણની સુવીધાઓ પુરી પાડવામા આવી હતી.  તેમજ સવારથી આરોગ્ય વિભાગ દ્વારા તમામનુ મહુધા આરોગ્ય વિભાગ દ્વારા સ્ક્રીનિંગ કરવામા આવ્યુ હતુ. જેમા એક ઉંમરલાયક શ્રમિક પુરુષનુ ટેમ્પરેચર 101 આવતા તંત્રમા ફફડાટ વ્યાપી ગયો હતો. પરંતુ સણાલી પીએચસીના એમઓ જીનલ મેવાડાએ શ્રમિકનુ જાતે સ્ક્રીનિંગ કરી અને તપાસ કરતા માલુ પડ્યુ કે તેઓએ નવરાત્રીના ઉપવાસ કર્યા હતા.અને નવરાત્રીને લઇ અન્ન નહીં લેવાનો નિયમ પાડ્યો હતો. જેને લઇ તંત્રએ હાશકારો લીધો હતો. આમ સમગ્ર મામલે મહુધા મામલતદારને પુછ્તા તેમણે જણાવ્યુ હતુ કે મહુધા ધારાસભ્ય દ્વારા તેઓને વતનમા મોકલવાની વ્યવસ્થા કરાવવામા આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...