તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:પરપ્રાંતીઓને ધારાસભ્યએ વાહન કરી વતન મોકલ્યા, મહુધા પાસે પગપાળા જતાં પૂછપરછ કરી

મહુધા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બાવળાથી ચાલતા વતન જવા નિકળેલા પરપ્રાંતિયો પ્રત્યે માનવતાની મ્હેંક પ્રસરી

મહુધા મામલતદાર કચેરી પાસેથી પગપાળા જતાં 10 પરપ્રાંતિયને રોકી પૂછપરછ કરતાં તેઓ બાવળાથી જ ચાલતા વતન જવા નીકળ્યાં હોવાનું જણાવ્યું હતું. આથી, ત્યાં હાજર ધારાસભ્યએ તેમને ખાસ વાહન કરી વતન મોકલવાની વ્યવસ્થા કરી આપી હતી.  કોરોનાના કહેર વચ્ચે સૌરાષ્ટ્ર અને અન્ય જિલ્લાઓ તરફથી અનેક પરપ્રાંતીય શ્રમીકો ચાલતાં જ વતનની વાટ પકડી છે. મધ્યપ્રદેશ તરફ જવા માટે કેટલાક પરપ્રાંતીઓ અમદાવાદ, ડાકોર વાયા મહુધા રોડ પરથી પગપાળા નાના બાળકો અને પરીવાર સાથે જતા નજરે પડી જાય છે. આવી જ એક ઘટના શનિવારની રાત્રીના સાડા આઠ વાગ્યાની આસપાસ બની હતી.બાવળાથી મધ્ય પ્રદેશના જામ્બુઆ જવા નીકળેલા 10 જેટલા શ્રમીકો રાત્રીના મહુધા મામલતદાર કચેરી નજીક જોવા મળ્યાં હતાં. જેને લઇ મહુધા ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર દ્વારા તાત્કાલીક ધોરણે તમામને મામલતદાર કચેરી ખાતેથી પાસ અપાવ્યા હતા. એટલુજ નહિ તમામ શ્રમીકોને વતન જવા માટે સ્વખર્ચે ખાનગી વાહન આપી વતન જવા રવાના કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો