તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રયત્ન:લીંબડી પોલીસ મથકે પૂછપરછ માટે બોલાવેલા શખ્સનો આપઘાતનો પ્રયાસ

લીંબડી9 મહિનો પહેલા
 • કૉપી લિંક

લીંબડી હાઈવે પર વડોદના છગનભાઈ રબારીને મારમારી કમલેશ મકવાણા, ભાવેશ મકવાણા, રીન્કુ રાજપૂત, અકરમ ખાટકી, રમેશ પાસવાન અને બે અજાણ્યા શખ્સો રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. પોલીસે ગણતરીની કલાકોમાં ભાવેશ મકવાણા, રીન્કુ રાજપૂત અને રમેશ પાસવાનને ઝડપી પાડયા હતા. બાકીના લૂંટારૂઓની શોધ કરવા ચક્રો ગતિમાન કર્યાં હતા. લૂંટના ગુનામાં સામેલ અકબર ખાટકીના ભાઈ જાવેદ અલાઉદીન ખાટકીને પુછપરછ માટે લીંબડી પોલીસ મથકે બોલાવામાં આવ્યો હતો. ત્યારે જાવેદે બાથરૂમ જવાનું બહાનું કાઢી ટોયલેટમાં જઈ કાચ વડે માથાના ભાગે, બન્ને હાથ પર ચીરા પાડી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને આ અંગે જાણ થતા તેને ટોયલેટ બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. પીએસઆઈ એસ.એસ.વરૂએ આપઘાતનો પ્રયાસ કરનાર જાવેદ ખાટકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો