તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:લીંબડી નેશનલ હાઈવે પર માલધારીને આંતરી 7 લૂંટારૂ રોકડ, દાગીના લઇને ફરાર, 3 આરોપીને પોલીસે પકડી પાડ્યા

લીંબડી10 મહિનો પહેલા
 • કૉપી લિંક

લીંબડી નેશનલ હાઈવે લૂંટારૂ માટે હોટ ફેવરીટ સ્પોટ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. વઢવાણ તાલુકાના વડોદ ગામના છગનભાઈ ગોવિંદભાઈ ટમાલીયા (રબારી) લીંબડી હાઈવે છાલીયા તળાવ પાસેથી બોલેરો કાર લઈ જઈ રહ્યા હતા ત્યારે સરકારી ખરાબમાં ગેરકાયદેસર ઊભી કરેલી હોટલ પાસે 3 મોટરસાયકલ પર સવાર 7 શખ્સોએ તેમની કારને આંતરી ઊભી રખાવી હતી. છગનભાઈ રબારી કશું સમજી શકે તે પહેલા જ શખ્સોએ લાકડી અને ગીલોલ વડે હુમલો શરૂ કર્યો હતો.

હુમલામાં છગનભાઈને માથા અને શરીરના ભાગે ઈજા પહોંચાડી તેમની પાસે રોકડા 10,000 રૂપિયા અને સોનાના દાગીનાની લૂંટ ચલાવી લૂંટારૂ ટોળકી ભાગી છૂટી હતી. આ અંગે તેમને લીંબડી પોલીસ મથકે જાણ કરી રોકડ અને દાગીના મળી 94,000ના લૂંટ કેસમાં 7 સામે ગુનો નોંધ્યો છે. લીંબડી હાઈવે પર સરકારી ગૌચરમાં દબાણ કરી માથાભારે લુખ્ખા તત્ત્વો દ્વારા ખડકી દેવાયેલી હોટલ પાસે ડીવાયએસપી ડી.વી.બસીયાના માર્ગદર્શન મુજબ ઘટનાની ગંભીરતાને જોઈને પીએસઆઈ એસ.એસ.વરૂ અને પોલીસ ટીમે લૂંટમાં સામેલ ભાવેશ દેવજીભાઈ મકવાણા, રીન્કુ જયરામ રાજપૂત અને રમેશ રામવિલાસ પાસવાનને ગણતરીની કલાકોમાં ઝડપી પાડયા હતા.

7 લૂંટારૂઓ

 • કમલેશ કાંતીભાઈ મકવાણા
 • ભાવેશ દેવજીભાઈ મકવાણા
 • અકરમ અલાઉદીન ખાટકી
 • રીન્કુ જયરામ રાજપૂત
 • રમેશ રામવિલાસ પાસવાન
 • અકરમનો મિત્ર
 • અકરમનો મિત્ર

શું વસ્તુઓ લૂંટાઇ?

 • ચાર તોલા સોનાનો કાંછલો. કિં.રૂ 48,000
 • બે તોલા સોનાનું કડુ (સરલ). કિં.રૂ 24,000
 • એક તોલા સોનાની વીંટી. કિં.રૂ 12,000
 • 10,000 રૂપિયા રોકડા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો