તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:લીંબડીના મથુરાપરામાં જૂની અદાવતે 2 પરિવાર બાખડ્યા, બંને પક્ષોના 9 લોકોને ઈજા પહોંચી

લીંબડી9 મહિનો પહેલા
 • કૉપી લિંક

લીંબડી શહેરના મથુરાપરા વિસ્તારમાં જૂના છેડતીના કેસ અને પારિવારિક મનદુઃખને કારણે બે પરિવારો વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલીએ ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેમાં બન્ને પરિવારો લોકો લાકડી, પથ્થરો, લોખંડના પાઈપ, સોરીયા સહિત ઓજાર લઈ સામસામે આવી ગયા હતા. એકબીજા પર હુમલો કર્યો હતો. હુમલા  ચાવડા પરિવારના ભરત ત્રિકમ, ગીતાબેન ભરત, સહદેવ ભરત, ગોરીબેન ત્રીકમ, ગલાલ રમણીક, રમણીક જાદવજી, રાજુબેન જાદવજીને ઈજા પહોંચી હતી. જયારે સામા પક્ષે જાદવ પરિવારના રાજેશ કાનજી, લીલાબેન રાજેશ ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જયાં 2 વ્યક્તિની ઈજા ગંભીર જણાતા સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા પીએસઆઈ એસ.એસ.વરૂ સહિત ટીમે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો