તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:જૂના ભરેલા નાણાં અને 2 માસનું કમીશન આપો: રેશનિંગ દુકાનદારો

લીંબડી10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગરીબોને મફતમાં અનાજ વિતરણ કરતા રેશનીંગ દુકાનદારોના જૂના ભરેલા નાણાં તેમજ બે માસનું કમિશન જમા ના કરાવાતા લીંબડી અને ચુડા તાલુકાના ફેર પ્રાઈઝ શોપ વેપારી એસોસીએશન  મંડળે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતુ. સરકારી પરિપત્ર મુજબ બે માસથી તાલુકાના તમામ કાર્ડ ધારકોને રેશનીંગ દુકાનદારો દ્વારા વિના મુલ્યે પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યોં છે. લીંબડી ફેર પ્રાઈઝ શોપ વેપારી એસોસીએશન મંડળના પ્રમુખ દેવજીભાઈ વાઘેલા, ઉપપ્રમુખ ભરતભાઈ શાહ, મંત્રી અશોક પરમાર તથા ચુડા તાલુકાના ફેર પ્રાઈઝ શોપ વેપારી એસોસીએશન મંડળના પ્રમુખ જીતુભા સહિતના મામલતદાર કચેરીએ ધસી આવ્યા હતા. મામલતદારને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે કોરોનાની મહામારીમાં રેશનીંગ દુકાનદારો પોતાના કે પરિવારજનોના આરોગ્યની ચિંતા કર્યાં વગર પુરવઠા વિતરણનું કામ કરી રહ્યા છીએ. છતાં દુકાનદારોની રોજીરોટી સમાન વિતરણ મુજબના કમિશન અને ભરેલા નાણાં પરત મળ્યાં નથી. રેશનીંગની દુકાનો ચલાવવા માટે ઓપરેટર અને તોલાટનો પગાર, લાઇટ બીલ, સ્ટેશનરી ખર્ચ કે દુકાન ભાડું કાઢવાનો બેવડો માર પડી રહ્યોં છે. આથી સરકાર દ્વારા રેશનીંગ દુકાનદારોના ભરેલા નાણાં, બે માસનું કમિશન દુકાનદારોના ખાતામાં જમા કરવામાં આવે તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો