તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લીંબડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કપાસની ખરીદી બાબતે થયેલી તકરાર અને મજૂરો વતન જતા રહેવાને કારણે સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી બંધ કરી દેવાઇ છે. ત્યારે લીંબડી તાલુકાના ગેડી ગામના ખેડૂતોએ સીસીઆઈ એકવાર ખરીદેલો કપાસ બીજીવાર રિજેક્ટ કરાયો હોવાના આક્ષેપ સાથે મામલતદારને રજૂઆત કરી હતી. ગેડી ગામના હરપાલસિંહ રાણાએ આ બાબતે મામલતદારને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે તા.8 મેના રોજ લીંબડી માર્કેટીંગ યાર્ડમાં સીસીઆઈ દ્વારા મારા અને લગધીરસિંહના બે ટ્રેકટર કપાસની ખરીદી કરી હરાજી ચીઠ્ઠી આપી જીનમાં ખાલી કરવા કહ્યું હતું. ટ્રેકટર ખાલી કરવા જઈ રહ્યા હતા ત્યારે અડધા રસ્તે ફોન કરી અમને માર્કેટીંગ યાર્ડમાં પાછા ફરવા કહ્યું હતું. અમે ટ્રેકટર લઈ પરત આવી ગયા હતા. બીજા દિવસે કપાસ ખાલી કરાતો હતો ત્યારે સીસીઆઈના કર્મીએ આવી કપાસ ગુણવત્તા સારી નથી એમ કહીં કપાસ ઉતારવાનું બંધ કરાવી દીધું હતું. ત્યારે અમે તેમને જણાવ્યું હતું કે કપાસની ગુણવત્તા આંખોથી નહીં પરંતુ યાંત્રિક સાધનોથી કરો પરંતુ તેઓ ટસના મસ ન થયા કપાસ ઉતારવાનું બંધ કરાવી દીધું હતું.
B ગ્રેડના કપાસને Aનો ભાવ કેમ અપાય
સરકારની ગાઇડ લાઇન પ્રમાણે 9 દિવસમાં 500થી વધુ ખેડૂતો પાસેથી 70 હજાર મણ કપાસની ખરીદી કરાઇ છે. કોઈને અન્યાય થયો નથી. અમુક ખેડૂતો વાહનમાં ઉપર સારો કપાસ અને નીચે નબળો કપાસ ભરી લાવે તો તે કેવી રીતે ખરીદી કરી શકાય. આગળના દિવસોમાં B ગ્રેડના કપાસની ખરીદી કરવાનું આયોજન હતું જ. પરંતુ કોઈ B ગ્રેડના કપાસને A ગ્રેડનો ભાવ કેવી રીતે આપી શકાય.> દિલીપસિંહ રાણા, સેક્રેટરી એપીએમસી. લીંબડી
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.