તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:દ્વારકાથી વતન છોટાઉદેપુર જતી શ્રમિક મહિલાએ લીંબડીમાં બાળકીને જન્મ આપ્યો

લીંબડી10 મહિનો પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના નવાલજા ગામના રજન નારસિંગ રાઠવા પત્ની ચકુબેન દેવભુમી દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગોરાણામાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા હતા. લોકડાઉનને પગલે કોઈ ધંધો નહીં રહેતા 9 મહિનાની સગર્ભા પત્ની સાથે ઘરે પાછા ફરવા નીકળ્યા હતા. ત્યારે  લીંબડી હાઈવે પર પાણશીણા ચોકી પાસે ચકુબેનને પ્રસુતિ પીડા ઉપડી હતી. ખાનગી બસને સમયસર પરત ફરવાની પરમિશન હોવાથી સગર્ભા મહિલા અને તેના પતિને ત્યાં આવેલી ભવાની હોટલે ઉતારી લકઝરી રવાના થઈ ગઈ હતી. હોટલના માલિકે હરપાલસિંહ રાણાએ જાણ કરતાં  પાણશીણા 108ના પાયલોટ ઈશ્વર ગાબુ અને ઈએમટી પ્રતિક રામી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સગર્ભા મહિલાને લીંબડી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. જ્યાં ચકુબેને ફૂલ જેવી સુંદર બાળકીને જન્મ આપ્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો