તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીંબડી:લીંબડીમાં સસ્તુ સોનું લેવાની લાલચે 13.60 લાખ ગુમાવ્યા

લીંબડીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણેય આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા
  • પોલીસે વધુ 1 આરોપીને ઝડપી પાડ્યો છે

લીંબડી: રાજકોટ  વસંતભાઈ લીંબાણી અને તેમના પુત્ર મિતલ લીંબાણીને તેમની સાથે કામ કરતો કુલદીપ ગઢવી નામના શખ્સે રતનપરમાં રહેતો અબ્બાસ રસુલભાઈ 30 ટકા ઓછા ભાવે સસ્તુ સોનું આપી રહ્યો હોવાની વાત કરી હતી. આથી 13.60 લાખ રૂ.માં 500 ગ્રામ સોનું આપવાનું નક્કી થતા રાજકોટના વેપારી પિતા-પુત્ર તેમના મિત્રો સાથે લીંબડી હાઈવે પર 30% ઓછા ભાવે સોનાનીલાલચે લીંબડી હાઇવે પર 3 શખ્સોએ વસંતભાઈને કારમાં બેસાડી રૂપિયા બતાવવાનું કહ્યું હતું. અને સોનું  મંદિર પાસે આપવામાં આવશે કહીં રવાના કર્યાં હતાં. વસંતભાઈને કારમાં બેસાડી તેમના ગળા ઉપર છરો રાખી 13.60 લાખ રૂપિયા લઈ ત્રણેય ગઠીયા નાસી છુટયા હતા. 
આ અંગે ગુનો દાખલ થતા પોલીસ ટીમે કુલદીપ ગઢવી અને અબ્બાસ રસુલને ઝડપી પાડયા હતા.ત્યારબાદ નાસતો ફરતા કરીમ ભટ્ટીને ઝડપી પાડયો હતો. જ્યારે લીંબડી પીએસઆઈ એસ.એસ.વરૂ અને ટીમ દ્વારા મુખ્ય સૂત્રધાર રતનપરના અબ્બાસ રસુલભાઈના ઘરે તપાસ હાથ ધરી રૂ.6,83,500, સાથે જ તેના ઘરેથી બેગમાં ભરેલા 100 રૂ.ના 47 બંડલ નજરે પડ્યા હતા. જયારે બંડલો તપાસવામાં આવ્યા ત્યારે બંડલ પર ઉપર નીચે 100 રૂ.ની નોટ અને અંદર ફક્ત કટીંગ કરેલ કાગળો નીકળ્યા હતા.આ ત્રણેય ગઠીયાને લીંબડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં કોર્ટ દ્વારા ત્રણેય આરોપીના 3 દિવસ સોમવાર સુધી રિમાન્ડ મંજુર કરાતા અનેક રાજ પરથી પરદો ઊઠવાની શક્યતા સેવાઈ રહી છે. 

અન્ય સમાચારો પણ છે...