તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:લખતરના ખાળિયા વિસ્તારમાં ભુગર્ભ ગટર ઉભરાતા લોકો પરેશાન, ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળ્યા

લખતર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

લખતરમાં લોકોની સુવિધા માટે ભુગર્ભ ગટર નાંખવામાં આવી છે. પરંતુ શહેરના અમુક વિસ્તારમાં ગટરના ઢાંકણા ન નંખાતા ખુલ્લી મુકી દેવાઇ છે. તેની યોગ્ય સફાઇના અભાવે ગંદકી ફેલાતી હોવાથી સુવિધા કરતા દુવિધા વધુ થતી હોવાની બુમરાડો ઉઠી છે. ખાળીયા વિસ્તારમાં આવેલ નાના રામજી મંદિર પાસે ભુગર્ભ ગટરની ટાંકી હાલ ઉભરાતી હોવાથી તેના ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા છે. આ ગટરના પાણીમાંથી લોકો પસાર થવા મજબુર બનતા રોગચાળો થવાનો ભય ફેાયો છે. વિશાલભાઇએ જણાવ્યુકે છેલ્લા દોઢ મહિનાથી આ વિસ્તારની ભુગર્ભગટરનુ પાણી છાશવારે ઉભરાઇ રોડ પર ફેલાય છે. તેથી તંત્ર દ્વારા સફાઇ કાર્ય હાથ ધરાય તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો