તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લખતરના મફતિયાપરામાં ભર ઉનાળે પાણીનાં પોકારો ઉઠ્યા છે. આ વિસ્તારના 80થી વધારે ઘરોમાં ત્રણ માસથી પાણી નહીં આવતું હોવાથી ભારે પરેશાનીનો થઇ રહી છે. મહિલાઓને પીવાના પાણી માટે ધોમધખતા તાપમાં બેડા લઇને નીકળવું મજબુર બની રહી છે. લખતર શહેરનાં મફતિયાપરાનાં 80થી વધારે ઘરોમાં ત્રણ માસથી પાણી નહીં પહોંચતું હોવાથી આ વિસ્તારનાં રહેવાસીઓ દ્વારા ભરઉનાળે પાણી માટે પોકાર ઉઠ્યો છે. આ અંગે ગ્રામપંચાયતને સ્થાનિક રહેવાસીઓએ રજૂઆત કરવા છતા યોગ્ય ન કરતા રોષ ફેલાયો છે. જ્યારે લોકડાઉનને લઇ પોતાનાં ખર્ચે પાણીનાં ટેન્કર બોલાવતા હતા તે પણ અનિયમીત થતા પરેશાન થઇ રહ્યા છે. આથી પીવાનું પાણી ભરવા ભરઉનાળામાં ધોમધખતા તડકામાં મહિલાઓ માથે બેડા લઈ દોઢેક કી.મી. દૂર તળાવ કાંઠે આવેલ કૂવે પાણી ભરવા જવા મજબુર બની રહી છે. આ અંગે સુરજબેન રમેશભાઇએ જણાવ્યુ કે છેલ્લા ત્રણેક મહિનાથી અમારે પાણી આવતું નથી. અને આ લોકડાઉનમાં કામ-ધંધો કઈ ચાલતો નથી. છતાં પૈસા ભરીને પાણી મંગાવવું પડે છે. માલ-ઢોર માટે પાણી મંગાવવું પડતુ હોવાથી તાત્કાલિક અસરથી પાણીની વ્યવસ્થા કરે તેવી માંગ છે.જ્યારે રીઝવાના બેન જતે જણાવ્યુ કે હાલ અમારે રમઝાન મહિનો ચાલેછે. પણ પાણી વગર કેમ ચાલે આથી અમારે તડકામાં પાણી લેવા દોઢ કી.મી. દૂર બેડાં પાણી લેવા જાઉં પડે છે.
પાટડીમાં પાલિકાનો બોર શોભાના ગાંઠિયા સમાન
પાટડીમાં પાલિકાએ પાંચેક માસ પહેલા ગૌચર જમીનમાં બનાવેલો બોરમાંથી પાણીની ટિંપુએ ન મળતાં રહીશો અકળાયા છે. એક સમયે સવાર-સાંજ એક-એક કલાક પીવાનું પાણી પુરૂ પાડતી પાટડી નગરપાલિકાના અણધટ વહિવટથી પાછલા કેટલાક દિવસોથી પાટડી ગામ બહાર ઇન્દિરાનગર, બાજપાઇનગર, અંબિકાનગર, ગણેશનગર અને માતૃવંદના સોસાયટી સહિતના બહારના વિસ્તારોમાં પાણીની પણોજળથી બે દિ’અગાઉ ઇન્દિરાનગરથી 100થી વધુ મહિલાઓએ પાલિકામાં દેકારો મચાવતા પોલિસ બોલાવવાની ફરજ પડી હતી. છેલ્લા ચાર-પાંચ મહિના પહેલા લાખોના ખર્ચે બનેલા બોરના સરકારી નાણા વ્યર્થ ગયા હોવાની બૂમરાડ ઉઠવા પામી છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.