તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માતર તાલુકાના માલાવાડા ગામે લોકડાઉનમાં બહારથી કોઇ પ્રવેશ કરી ના શકે તે માટે નાકાબંધી-સુરક્ષા ઘેરો કરવામાં આવ્યો હતો. જે નાકાબંધીની આડસને ગામના જ માથાભારે શખસે ટ્રેકટર ફેરવી દઇ તોડી નાખ્યાનો આક્ષેપ સરપંચ દીલીપભાઇ પટેલે કર્યો છે. આ અંગે સરપંચ પટેલે લીંબાસી પોલીસને અરજી આપી હતી, છતાં પોલીસે કોઇ કાર્યવાહી નહિ કર્યાના આક્ષેપ સાથે માતર તાલુકા વિકાસ અધિકારીને અરજીથી રજૂઆત કરી હતી. માલાવાડા ગ્રામપંચાયત દ્વારા કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે કોરોના કમિટીની રચના કરવામાં આવી છે. ગામના મુખ્ય રસ્તા ઉપર થઇને બહારગામની કોઇ વ્યક્તિ પ્રવેશી શકે નહિ તે માટે સુરક્ષાઘેરો-પ્રવેશબંધીની આડસ કરવામાં આવી હતી. જે નાકાબંધીને ગામના જ માથાભારે શખસ દીનેશભાઇ ગોહેલે ટ્રેક્ટરની ટ્રોલી વડે તોડી નાખી લોકડાઉનના જાહેરનામાનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ ગામના સરપંચ દીલીપભાઇ પટેલે કર્યો છે. આ અંગે તેઓએ લીંબાસી પોલીસમથકમાં અરજી આપી રજૂઆત કરી હતી. છતાં પોલીસ દ્વારા આ બાબતે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી તેવો આરોપ કરી સરપંચ દીલીપભાઇએ માતર તાલુકા વિકાસ અધિકારીને લેખિત અરજીથી રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરી હતી.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.