તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખેડાના રઢુ-બેટડીલાટ પાસે આઇસરનો દરવાજો ખુલી જતાં ફુટબોલની જેમ ફંગોળાયેલાં બે યુવાનને લોહિયાળ ઇજા થતાં મોતના મુખમાં ધકેલાઇ ગયા હતા. આ અંગે ખેડા ટાઉન પોલીસે આઇસર ગાડીના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. માતર ગામે નાનીભાગોળ ચોરામાં રહેતાં સબ્બીરહુસેન ઉર્ફે સદ્દામ મૈયુદ્દીન કુરેશી તેના કાકાના દીકરાભાઇ ઇરશાદમીંયા સરફરાઝમીંયા કુરેશી તથા મિત્ર મોહસીનખાન જાકીરખાન પઠાણની સાથે પોતાની આઇસર ગાડીમાં બાજરીના પુળા ભરીને હિંમતનગરના દાતીવાડા ખાતે ખાલી કરવા ગયા હતા. જ્યાંથી ખાલી ગાડીની પાછળ ઇરશાદમીંયાની બંધ પડેલી આઇસર ગાડીને દાતીવાડાથી ટોચણ-બાંધીને માતર આવતા હતા. ત્યારે અમદાવાદના રીંગ રોડ પર ટોચણ તૂટી જતાં ઇરશાદની ગાડી ત્યાંજ મુકી સબ્બીરમીંયા પોતાની આઇસરમાં ઇરશાદમીયા તથા મોહનસીનખાન સાથે ત્રણે જણા માતર આવતા હતા. ખેડાના રઢુ ગામ નજીકના બેટડીલાટપાટિયા ઢાળ પરથી ઉતરતી વખતે સબ્બીરમીયાએ બ્રેક મારતાં આઇસર ગાડીની ખાલી સાઇડનો દરવાજો ખુલી જતાં ઇરશાદમીયા કુરેશી તથા મોહસીનખાન પઠાણ બન્ને જણા ગાડીમાંથી ફુટબોલની જેમ ફંગોળાયા હતા. જ્યાં ઇરશાદમીયાને માથાના ભાગે જીવલેણ ઇજા થતાં તેનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતુ. જ્યારે લોહીથી લથપથ મોહસીનખાનને સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડાયા બાદ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતુ.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.