તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:ખેડામાં દૂધ અને દવા સિવાયના તમામ વ્યવહાર પર પ્રતિબંધ મુકાયો

ખેડા 10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોઝીટીવ કેસ મળી આવતા લાલદરવાજા વિસ્તારને સિલ કરવામા આવ્યો

ખેડા શહેરમાં કોરોના પોઝીટીવ કેસ આવતા તંત્ર સફાળુ જાગ્યું હતું અને શહેરમાં દવા અને દૂધ સિવાયના તમામ વ્યવહાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે સંદર્ભે મુખ્ય બજાર સદંતર બંધ  રહ્યું હતું.  ખેડા બજારથી લઈને તમામ દુકાનો બંધ કરી દેવામા આવી છે, દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો ખેડામાં અનીચ્છીત સમય માટે બંધ રાખવામાં આવશે. હાલ કોરોના પ્રથમ કેસ લાલદરવાજા કાછિયાવાડમાં આવતા આ વિસ્તારને કોન્ટેનમેન્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ વિસ્તારને જોડતા તમામ રસ્તાઓ પર પતરાં વાસ ગોઠવીને સિલ કરી દેવામાં આવ્યા છે. જેમાં પોલીસ સ્ટેશન સામેનો ઢાળ, હાઇસ્કુલ સામેના પગથીયા, વડવાળી શેરી, ડોકટર પનારાની કલીનીકની બાજુની ગલીમાં પતરા લગાવીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આ વિસ્તારના રહેવાસીઓને જીવન જરૂરિયાત ચીજ વસ્તુ મળી રહે તે માટે હોમ ડિલિવરી પુરી પાડવાની પ્રકિયા હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત અહીં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો