તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખેડામાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર રધવાણજ બુથ પર મંગળવારની મોડી રાત્રે ટોલટેક્સને લઇને 30 જેટલી એસટી બસ અટવાઇ ગઈ હતી. આ બસ સુરત ખાતે ભુજ અને સૌરાષ્ટ્રના ફસાયેલા લોકોને લેવા જઇ રહી હતી. કચ્છના નલિયાથી સુરત તરફ 170 જેટલી એસટી બસ ખેડા ટોલ બુથ પરથી પસાર થઇ હતી. આ બસમાં સુરત ખાતે ફસાયેલા સૌરાષ્ટ્ર અને કચ્છના ફસાયેલા લોકોને લેવા જઇ રહી હતી. જોકે, રધવાણજ ટોલ નાકા પર 9 જેટલી એસ ટી બસને રોકી ટોલટેક્સ ભરવા જણાવ્યું હતું. જેને કારણે વિવાદ સર્જાયો હતો. આ વિવાદના પગલે પાછળ આવતી અન્ય બસ પણ રોકાઇ ગઈ હતી અને મિનીટોમાં 30 જેટલી એસટી બસ ટોલનાકા પર જ ખડકાઇ ગઈ હતી. સુરતમાં ફસાયેલા કચ્છ ભુજના શ્રમિકોને લેવા માટે કચ્છના નલિયાથી બસ તો રવાના કરાઇ હતી. પરંતુ ડ્રાઇવરોને ટોલ માટેનો ટેક્ષ આપવામાં નહીં આવતા ખેડા ટોલ પર વિવાદ ઊભો થયો. આ પરિસ્થિતિ ગંભીર બનતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યાં હતાં અને કચ્છના ડેપો મેનેજર સાથે વાત કરી હતી. આખરે 9 બસનો ટોલ 285 લેખે રૂ.2,565 ભરતા બસને રવાના કરવામાં આવી હતી. સવારે 4 વાગે આવેલી બસને 10 વાગે રવાના થઇ હતી. ખેડા ટોલ બુથ પર છેલ્લા 24 કલાકમાં સુરત જવા 170 બસ રવાના થઇ હતી. બધી બસમાં ફાસ્ટેગ હોવાથી એ બસ ટોલ બુથ પરથી નીકળી ગઈ હતી. જ્યારે ફાસ્ટટેગ ન હોવાથી વિવાદ સર્જાયો હતો.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.