તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:કઠલાલ 2.75 લાખના દારૂ સાથે બે ઝડપાયા, પોલીસે પીછો કરતાં આઇસર ગૂલાંટ ખાઇ ગઇ

કઠલાલ9 મહિનો પહેલા
 • કૉપી લિંક

કઠલાલ નજીક વિદેશી દારૂનો જથ્થો ભરીને આઇસર ટ્રક પસાર થનાર હોવાની પૂર્વબાતમીનાઆધારે કઠલાલ પોલીસે પોણા ત્રણ લાખનો વિલાયતી દારૂનો જથ્થો ભરેલી ટ્રક સાથે બે શખસને દબોચી લીધા હતા. પોલીસે વિદેશી દારૂ તથા મિનીટ્રક મળી પોણા ચારેક લાખનો મુ્દામાલ કબજે લઇ બન્ને શખસ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લોકડાઉનના અમલ દરમિયાન કઠલાલ પોલીસમથકના સબ ઇન્સ્પેક્ટર ડી.સી.રાઓલ પોતાના સ્ટાફ સાથે કઠલાલ ઓવરબ્રિજ પાસે વાહનોને ચેકિંગ કરતાં હતા. ત્યારે માતેલાસાંઢની જેમપુરઝડપે પસાર થતી આઇસર ટ્રકને પોલીસે ઉભા રહેવાનો ઇશારો કરતાં ડ્રાઇવરે તેને ઉભી નહિ રાખી પુરપાટ હંકારી લેતાં પોલીસે ફિલ્મીઢબે તેનો પીછો કર્યો હતો. અમદાવાદ-પીઠાઇ સુહાગનગર તરફ પોલીસને પીછો કરતા જોઇ આઇસરના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં પલટી ખાઇ ગઇ હતી. જેનો ચાન્સ લઇ આઇસર ગાડીમાંથી ફરાર થવા જતાં જગદીશ ઉર્ફે જીગો કાલીદાસ ડાભી (રહે.ખુર્દાબાદ, તા.કઠલાલ) તથા તેજસિંહ ઉર્ફે રીન્કુ જયંતીભાઇ ચૌહાણ (રહે.ઝાલાભાઇની મુવાડી, તા.કઠલાલ)ને પોલીસે દોડીને પકડી લીધાં હતા. પોલીસે આઇસર ગાડીમાંથી રૂ.2,76,000ની કિંમતની  જુદીજુદી બ્રાન્ડની વિલાયતી દારૂની 920 બોટલનો જથ્થો મળી આવતાં અંગ્રેજી દારૂ તથા રૂ.5000નો મોબાઇલફોન અને રૂ.1લાખની આઇસર ગાડી મળી કુલ રૂ.3,81,000 નો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે બન્ને શખસની ધરપકડ કરી ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો